Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કચ્છમાં પત્નિની બહેનપણી ઉપર પતિનો બળાત્કાર : પત્નિએ મદદગારી કરેલી !

ભુજ,તા. ૨: આજના સમયમાં ફ્રેન્ડશીપ કરતી વેળાએ વધુ ભરોસો મુકતા પહેલાં ચેતવા જેવું છે. અંજારના મેઘપર કુંભારડી ગામે પત્નિએ પોતાની ફ્રેન્ડ ઉપર બળાત્કાર કરવામાં પોતાના પતિને મદદ કર્યા બાદ ફરી એ યુવતીને દબાણ કરતાં પોલીસ સ્ટેશને પહોંચેલા આ કિસ્સાએ ચકચાર સર્જી છે.

વિગતો મુજબ મેદ્યપર કુંભારડી ગામે કપિલેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ વિશ્રામ વ્યાસ તેની પત્નિ ખુશ્બુ સામે આ ફરિયાદ નોધાઈ છે. પત્નિ ખુશ્બુની બહેનપણીને ત્યાં કર્મકાંડ માટે બંને પતિ પત્નિ જતા હતા. દરમ્યાન પત્નિએ પોતાની બહેનપણી ખુશ્બુના ફોટા પોતાના મોબાઈલમાં સેવ કરી રાખ્યા હતા. જે મેળવી રાજેશ પોતાના મોબાઈલ ઉપરથી પત્નિની બહેનપણીને મોકલતો અને મેસેજ કરતો. આ રીતે પત્નિની બહેનપણી સાથે નિકટતા કેળવી રાજેશે તે યુવતીને આરટીઓ ઓફીસ પાસે આવેલ કષ્ટભંજન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો ત્યાં મોબાઈલમાં રહેલા ફોટા વાયરલ કરવાની ચિમકી આપી તેણે બીજો વીડીયો ઉતારી યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ફરી વાર એ યુવતીને મજબુર કરતા યુવતીએ પોતાની બહેનપણી ખુશ્બુ અને તેના પતિ રાજેશના મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યા હતા.

દરમ્યાન ખુશ્બુ ચાર દિવસ પહેલા એ યુવતીના ઘેર ગઈ હતી અને તેણીને ધાકધમકી કરી હતી. એટલે યુવતી રડવા લાગતાં તેની માતાને કંઈક અજુગતુ થયાની શંકા જતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. જે બાબતે અંતે અંજાર પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • દાદાને શ્રદ્ધાંજલિ આપી નાનપણની તસવીર શેર કરી : સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આજે ૧૧૬માં જન્મદિવસ નિમિત્તે તેમના સૌથી મોટા પુત્ર સંજય નાથ સિંઘે ટ્વિટર ઉપર દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી નાનપણની આ તસવીર શેર કરી છે. તેઓ ટાટા સ્ટીલમાં કામ કરી રહ્યા છે અને ઓલ ઈન્ડિયા ફાર્મર્સ એસોસિએશનના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે. access_time 4:43 pm IST