Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આઈનોક્ષ વીન્ડ કંપની સામે ૨૧ કરોડની છેતરપિંડીની ફરિયાદ- કચ્છના ગાંધીધામની ટ્રાન્સપોર્ટર કંપનીએ પોલીસ ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ : આટકોટ, સાવરકુંડલા, કચ્છ, કર્ણાટકમાં પહોંચાડેલ પવનચક્કીના સામાનના, જોબવર્કના રુપિયા ન આપ્યા

(ભુજ) વીન્ડ ઉર્જા ક્ષેત્રે જાણીતી આઈનોક્ષ વીન્ડ કંપની સામે ગાંધીધામની ટ્રાન્સપોર્ટર કંપનીએ રુ. ૨૧,૫૦,૨૩,૫૧૭ ની ઠગાઇની નોધાવેલી પોલીસ ફરિયાદે ચક્ચાર સર્જી છે. 

      ગાંધીધામની અગ્રવાલ ફ્રેઈટ કેરિયર, શ્રીજી વેન્ચર, અસ્મિત ઇન્ફ્રાસ્ટ્રકચર નામની ત્રણ સ્યુંંકત ભાગીદારીવાળી પેઢી વતી શૈલેષ હજારીમલ ગોયલે નોધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની કંપનીના ૧૧૨ ટ્રેલરો ચાલે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં તેમણે દિલ્હી નજીક આવેલ નોઈડામા ફિલ્મ સીટી સ્થિત આઈનોક્ષ વીન્ડ લી., આઈનોક્ષ ઈન્ફ્રાસ્ટ્રકચર સર્વિસિસનો પવનચક્કીનો સામાન કર્ણાટક, આટકોટ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, કચ્છ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.            જેના ભાડા તથા સિવિલ જોબ પેટે ૩૦ કરોડ રુપિયા લેવાના હતા. પણ, આઈનોક્ષ કંપનીના ડાયરેક્ટર રાજીવ ગુપ્તા, વિનિત ડેવીડ, માલિક દેવાંશ જૈન, કૈલાસ તારાચંદાણી બહાના બનાવતા હતા. શરુઆતમા થોડા રુપિયા અને ચેક આપ્યા. 

       પણ, છેલ્લે બાકી રુપિયા પૈકી ૨ કરોડનો ચેક રિટર્ન થયો હતો. પણ, પછી વાંરવાર ઉઘરાણી છતાં પૈસા ન આપતાં બાકી રહેલ રુ. ૨૧ કરોડ ૫૦ લાખ ૨૩ હજાર ૫૧૩ અંગે ગાંધીધામ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ લખાવી છે.

(9:58 am IST)