Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પોરબંદરમાં ૧૪ વર્ષના જીશાનખાને સફેદ ચોકમાંથી ગાંધીજીના ચશ્મા ચરખો બનાવ્યા

પોરબંદર તા. ૨ : જીશાનખાન નામના વિદ્યાર્થીએ ૨જી ઓકટોબર ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે બ્લેક બોર્ડ પર વપરાતા ચોકથી ગાંધીજીના ચશ્મા, લાકડી, ઘડીયાળ, ચપ્પલ ચરખો તથા ટ્રેન બનાવીને લોકડાઉનનો સદ્ઉપયોગ કર્યો છે.

જી.એમ.સી. સ્કૂલમાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતા જીશાન ખાન જાહિદખાન પઠાણે કોરોના મહામારી વચ્ચે ઘરે રહીને પોતાનામાં રહેલા હુનરને બહાર લાવ્યો છે. બ્લેક બોર્ડમાં લખવા માટે વપરાતા ચોકના ઉપયોગથી અલગ અલગ વસ્તુઓ બનાવીને મહાત્મા ગાંધીજીને યાદ કર્યા છે.

(10:01 am IST)