Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઉનાના નરેન્દ્રકુમાર સોરઠિયા પાસે ગાંધીજીની છાપવાળા ચલણી સિક્કા અને નોટોનો સંગ્રહ

(નિરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૨ : પોસ્ટ ઓફિસ વિસ્તારમાં દુકાન ધરાવતા નરેન્દ્રકુમાર હરકિશનદાસ સોરઠીયાએ મહાત્મા ગાંધીના સિક્કાઓ અને ચલણી નોટોની ફોટોફ્રેમ બનાવી છે.

મહાત્મા ગાંધીનો જન્મનો જન્મ ૨ ઓકટોબર ૧૮૬૯માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને ૧૯૬૯માં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં સ્મારકમાં ચલણી નોટો અને સિક્કાઓ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા ત્યારે આ યુવાને એક રૂપિયાથી લઇને બે હજાર રૂપિયા સુધીની ગાંધીજીની ચલણી નોટો છે અને ૨૦૨ દેશના સિક્કાઓ તથા ૧૨૫ દેશની ચલણી નોટો પણ જોવા મળી રહી છે.

(10:01 am IST)
  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST