Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પ્રભાસપાટણમાં પકડાયેલ દારૂનો નાશ કર્યો

પ્રભાસપાટણ : પોલીસ સ્ટેશનમાં વર્ષ માર્ચ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીમાં પ્રોહીબીશન કેસમાં પકડાયેલા વિદેશી દારૂની જૂદી જૂદી બ્રાંડની ૨૩૪૩ બોટલોનો અદાલતની તથા ખાતાકીય મંજુરીથી મુદ્દામાલના દારૂનો બાયપાસ ડાભોર રોડ પુલ નીચે રોડ રોલર બાટલીઓ ઉપર ફેરવી નાશ કરેલ. કાયદાકીય મંજુરીથી કરાયેલ આ કાર્યવાહી પ્રસંગે સબ ડીવીઝનલ મેજી. એસ.એચ.મેણકોટ, એસીપી ઓમપ્રકાશ જાટ, પ્રભાસપાટણ પોલીસ ઇન્સ જી.એમ.રાઠવા, પીએસઆઇ ડી.જે.કડછા, નંદાભાઇ, વિનુભાઇ, પ્રમાવેશભાઇ મોરી અને પોલીસ સ્ટાફ તથા મરીન પોલીસ સ્ટાફ આ કાર્યવાહીમાં ઉપસ્થિત રહી અને ફરજ બજાવી હતી. દારૂનો નાશ કર્યો તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:27 am IST)