Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોટીપાનેલીમાં સતત બીજા દિવસે જોરદાર રેડા, પાથરે પડેલી મગફળીનો પાક ધોવાયો

એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કરાવતો કુદરત

મોટી પાનેલી તા. ર :.. ઉપલેટાના મોટી પાનેલીમાં ગઇકાલે સવા ત્રણ ઇંચ બાદ આજે સતત બીજા દિવસે વરસાદના જોરદાર રેડા આવતા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં સાંજના સાડા છ વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવતા જોરદાર રેંડા ચાલુ થયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બપોરે અસહ્ય ગરમી સાંજે વરસાદ અને રાત્રે ઠંડી વાતા એક સાથે ત્રણ -ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે જેને લીધે લોકોમાં માંદગી ફેલાઇ રહી છે શરદી-તાવ-ઉધરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ને બીજી તરફ સતત વરસાદને લઇને ખેડૂતોની પાથરે પડેલી મગફળી પલળી ગઇ હતી. રહ્યો સહ્યો મગફળીનો  પાક પણ ધોવાતાં ખેડૂત મંૂઝાયો છે.

(11:31 am IST)