Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઓઝત વિયર ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવતા મોડી રાતના ચારેતરફ પાણી ફરી વળ્યું: નદીએ વ્હેણ બદલતા ઘેડ પંથકમાં ભારે તારાજી

કેશોદ તા. ૨ : ઉપરવાસમાં વરસાદના કારણે ફરી ઓઝત નદી બે કાંઠે વહેતા ધેડ પંથક જળબંબાકાળ બન્યો હતો જૂનાગઢ જિલ્લાના બેલા. બાદલપુર ઓઝત સીચાઇ યોજના ૨ મા ઉપરવાસના પાણીની આવક થતાં રાત્રીના સમયે ઓઝત વિયર ડેમના ૧૨ દરવાજા ૪ ફીટ ખોલવામાં આવતા ધેડ પંથકમાં ફરી પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જેથી બામણાસા ઘેડ ગામે ઓઝત નદી પર અગાઉ ૧૦૦ મીટર તૂટેલા લાંબા પાળા મારફતે નદીએ પોતાનું વહેણ બદલી ગામ તરફ ફંટાતા ગામની આસપાસની હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઇ જયારે ખેડૂતોએ જમીનમાંથી ઉપાડેલી મગફળીના પથરા પાણીના વહેણમાં તણાયા હતા.

મોડીરાત્રે તંત્ર દ્વારા ડેમના દરવાજા અચાનક ખોલી નંખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકો ઉંધતા હતા ત્યાં જ પાણીએ ચારે તરફથી ઘેરી લેતા ડરનો માહોલ ઉ ભો થયો હતો આમ સરકારી પ્રશાસન દ્વારા ડેમના દરવાજા ખોલવામાં વારંવાર ભુલ કરતું હોય તેમ ફરી વખત ભુલ કરતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતા આમ તંત્રએ જયારે પણ ડેમના દરવાજા ખોલવાના હોય ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જાણ કરવી જોઈએ પરંતુ તેમ ન થતાં ઘેડ પંથકના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

અચાનક પાણીની આવકથી સીમ વિસ્તારમાં ઉપાડેલી મગફળીનું રખોલુ કરવા રોકાયેલા અને પશુ પાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોખેતરોમાં ફસાયા હતા. અગાઉ થોડા દિવસો પહેલાં પડેલાં ભારે વરસાદની તારાજીના પગલે બામણાસા ઘેડ ગામની ઓઝત નદીના તુટેલા પાળા એ ફરી સર્જી તારાજી જેનાં કારણે ખેડૂતોની ખેતપેદાશો પાયમાલ થઈ હતી ત્યારે મુંગા પશુઓને માટે ચારો બચે એવી સ્થિતિ હતી એ પણ ફરીથી પાણી છોડવાની સાથે તણાઈ ગયેલ છે.

કેશોદ તાલુકાના ઘેડ પંથકના હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યાં જેથી અનેક ખેડુતોની તૈયાર થયેલી મગફળીના પાથરા નજર સામે તણાયા હતા. આજનાં આધુનિક યુગમાં વીજપુરવઠો બંધ રહેવાનો હોય તો વીજ ગ્રાહકોને મોબાઈલ ફોનમાં મેસેજ મળી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવવાનાં હતાં ત્યારે એની જાણ ઘેડ પંથકના ખેડૂતો કે ગ્રામ પંચાયતના સરપંચને કે આગેવાનોને તંત્ર પાણી છોડવાની ચેતવણી ન આપતું હોવાની ઘેડ પંથકના લોકોની ફરીયાદ ઉઠવા પામી છે.

 કેશોદ તાલુકાના ઘેડ પંથકના ખેડૂતોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્યો સાંસદ દોડી આવ્યા હતા ત્યારે તંત્રનાં અધિકારીઓને સુફીયાણી ભાષામાં આપેલી સુચનાઓ પાણીમાં વહી ગઈ હોય એવું ચર્ચાઈ રહ્યું છે. કેશોદ તાલુકાના ઘેડ પંથકના ખેડૂતો માટે સરકાર દ્વારા તાત્કાલિક સહાય અને મુંગા પશુઓને માટે ચારો મળી રહે એવી વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.

(11:32 am IST)
  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • ૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત મળશેઃ૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા કે ગત વર્ષે ફી નહિ ભરી હોય તેવા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત નહિ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છેઃ આવો નિર્ણય જાહેર કરતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કુલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજુઆત કરવાની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે access_time 11:25 am IST

  • જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST