Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જુનાગઢ ભાજપ દ્વારા ગાંધીજયંતિની ઉજવણી

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રપિતા પ.પુ.મહાત્માગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવતા મેયર ધીરૂભાઇ ગોહેલ ડે. મેયર હિમાંશુ પંડયા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા શહેર ભાજપના પ્રમુખ શશીકાંત ભીમાણી પ્રદિપભાઇ ખીમાણી તેમજ કોર્પોરેટર સંજય કોરડીયા, હરેશ પરસાણા યોગી પઢીયાર,  કિશોર ચોટલીયા, ભરત કારેણા, હસમુખ ખેરાળા સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:53 pm IST)