Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જુનાગઢમાં ધો.૧રની પૂરક પરિક્ષા ચોથા દિવસે પણ શાંતિપૂર્ણ સંપન્ન : કાલે સમાજશાસ્ત્ર અને કમ્પ્યુટરની પરીક્ષા

વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સતત કાળજી લેતા :ડી.ડી.ઓ. આર.એસ. ઉપાધ્યાય : રપ૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર : જુનાગઢમાં લેવાય રહેલ ધો.૧રની પૂરક પરીક્ષા ચોથા દિવસે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ગુરૂવાર કુલ ૩ વિષયની પરીક્ષા લેવાયેલ જેમાં પદાર્થ વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં ૧ વિદ્યાર્થી અને તત્વજ્ઞાન વિષયની ગુજરાતી માધ્યમમાં લેવાયેલી પરીક્ષામાં ૩૪૬માંથી ર૬૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં અને ૮૩ ગેરહાજર રહેલ. આમ ૩ વિષયના મળી કુલ ૩૪૮માંથી ર૬પ હાજર ૮૩ ગેરહાજર રહ્યા હતા. આવતીકાલે શનિવારના રોજ સવારે સમાજ શાસ્ત્ર અને બપોરે કમ્પ્યુટરની પરીક્ષા લેવાનાર છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા શરૂ થઇ ત્યારથી લઇ શ્રી આર.એસ. ઉપાધ્યાય પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇ પણ સંચાલક સુપરવાઇઝરને સુચના આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા શરૂ થઇ ત્યારથી લઇ શ્રી આર.એસ. ઉપાધ્યાય પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી પડતી ને તેની કાળજી લઇ સ્થળ સંચાલક સુપરવાઇઝરને સુચના આપી રહ્યા છે.

(12:56 pm IST)