Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભુજના હોસ્પિટલ રોડ પર હોટલના રૂમમાં સટ્ટો રમતા ૫ ઝડપાયા

હોટલમાં રૂમ ભાડે રાખીને સટ્ટો અંગે બાતમી મળતા પોલીસનો દરોડો

ભુજ : શહેરમાં આઈપીએલની મેચ પર ખેલાતા સટ્ટા પર વધુ એક દરોડો પાડીને પોલીસે ૫ સટોડીયા ઝડપી પાડ્યા હતા. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી હોટલ અંજલિ પેલેસમાં રૂમ ભાડે રાખીને સટ્ટો રમવામાં આવતો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં હોટલના રૂમમાં રમાતા સટ્ટા અંગેની બાતમી ભુજ બી ડિવિઝન પોલીસ મથકનાં એએસઆઈ પંકજ કુશ્વાહાને મળતા અંજલિ પેલેસના પહેલા માળે રૂમ નંબર ૧૦૩માં દરોડો પડાયો હતો. રૂમમાં બેઠેલો બાદલ પરસોત્તમભાઈ ઠક્કર તેના મોબાઈલમાં વીડીએક્સચ ડોટ કોમ નામની વેબસાઈટ પર આઈડી બનાવી સટ્ટો રમતો હતો. કિંગ્ઝ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં આરોપીએ ૧૦ હજારનો દાવ લગાડ્યો હતો

 . આરોપીની સાથે હિરેન દિનેશભાઈ ઠક્કર, ખુશાલગીરી ઉત્તમગીરી ગોસ્વામી, જતીન પ્રેમજી ઠક્કર અને ઈકબાલ ઓસમાણ રાયમાની ધરપકડ કરાઈ હતી. તો આરોપીઓ પાસેથી મળી આવેલી ડાયરીમાં મિરાજ અને જયેશ ઠક્કર નામના બે વ્યક્તિઓએ દાવ લગાડ્યો હોવાનું લખાયેલુ મળ્યુ હતુ. પોલીસે આ પાંચ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બાદલ ઠક્કર ૧૦ દિવસ અગાઉ ભુજના સ્ટેશન રોડ પર ક્રિષ્ના ચેમ્બરમાં સટ્ટો રમાડતાં ઝડપાયો હતો. ભુજ આર.આર. સેલની ટીમે પાડેલા દરોડામાં તેની ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટીને ફરી તે સટ્ટો રમાડતાં ઝડપાયો છે.

(9:33 pm IST)