Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ભાવેણાની જાનવી પ્રતિભા મહેતા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: યોગાસન રમતને ભારત સરકારના યુવા, રમતગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડીયન ઓલિમ્પિક એશોશિએશને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે  સામેલ કરેલ છે, જેમાં ભાવનગર જિલ્લાનું ગૌરવ એવા મહેતા  જાનવી જીજ્ઞેશકુમાર અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં પંસદગી  પામેલ છે. જેઓને સરકાર તરફથી  ટ્રેનીગ માટે દિવ્યાકુમારી ડોન (ચીફ કોચ), દિવ્યા પાર્થ પટેલ (કોચ), અમીત ચોકસી (કોચ), દિવ્યેશ રંઘોળીયા (કોચ) દ્વારા ટ્રેનીગ આપવામાં આવી રહી છે. જેઓ ગુજરાતમાં યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા. ૦૬ થી ૧૧ ઑક્ટોબર ૨૦૨૨ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાશે, જેમાં ભાવનગર ની જાનવી પ્રતિભા મહેતા ગુજરાત રાજય નું પ્રતિનિધિત્વ કરશે.

(6:54 pm IST)