Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો : 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા

સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ

માણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે. સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ છે.

જેન્તીલાલ ગોવિંદભાઈ કાલરીયા (વોર્ડ નંબર-1), સરોજબેન રાજેન્દ્રભાઈ કણસાગરા (વોર્ડ નંબર-2), પ્રશાંત મગનભાઈ વૈશ્નાણી (વોર્ડ નંબર-3), ભાવનાબેન દિનેશભાઈ કાલરીયા (વોર્ડ નંબર-4), કાજલબેન સંદીપભાઈ મારડીયા (વોર્ડ નંબર 5)એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. 

(12:21 am IST)