Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઉપલેટામાં ઝડપાયેલ રાશનની દુકાનનો ૧૦ લાખના ઘઉં-ચોખા અંગે રીપોર્ટ મંગાવતા DSO: સાંજ સુધીમાં ફોજદારી કરાશે

ઉપલેટા મામલતદાર મહાવદીયાએ તમામ જથ્થો સીઝ કરી ડ્રાઇવરોના-નિવેદનો લીધા

રાજકોટ તા. ૧: ઉપલેટામાં રેલ્વે ફાટક પાસે ગઇકાલે એક ખેડૂતની જાગૃતિ અને ફરીયાદ પરથી સસ્તા અનાજના દુકાનનો ૧૦ લાખની કિંમતના ઘઉં-ચોખાનો જથ્થો મામલતદાર શ્રી મહાવદીયાએ ઝડપી લઇ મેટાડોર અને યુટીલીટી વાન કબજે લીધાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

દરમિયાન મામલતદાર શ્રી મહાવદીયાએ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી માંગુડાને જાણ કરતા તેમણે સંપૂર્ણ તપાઇસનો રીપોર્ટ મંગાવ્યો છે, ડીએસઓએ નિર્દેશ આપ્યો હતો કે મામલતદારના રીપોર્ટ બાદ અમે સાંજ સુધીમાં ફોજદારી કરવાની કાર્યવાહી કરીશું.

ઉપલેટાના રેલ્વે ફાટક પાસે ઝડપાયેલ મેટાડોર રાજકોટના દેવરાજ રઘુભાઇ મુંધવાની માલીકીનું નીકળ્યું છે, ત઼ેના ડ્રાઇવર ગૌતમ ભીમજી મુછડીયા પાસેથી વાહનમાં ૪પ૦ કિલો ઘઉં-ચોખા મળી આવ્યા હતા, આ પછી આ જથ્થો યુટીલીટી વાહનમાં ઠાલવવાનું બહાર આવતા તેના વાહનમાં રહેલો જથ્થો કબજે લેવાયો હતો.

આ પછી મામલતદારને એવી બાતમી મળી હતી કે ઉપલેટાના નાગનાથ ચોકમાં આશીષ નામના વ્યકિતને ઘરે મોટો જથ્થો પડયો છે, પરીણામેતેના ઘરે દરોડા પડાતા ૭પ૦ કિલો ઘઉં-ચોખા અને પ૧૦૦ કિલો તુવેર-દાળ મળી પોણા પાંચ લાખનો જથ્થો સીઝ કરાયો હતો, ઉપરોકત ત્રણેયના નિવેદન લેવાયા છે, રાજકોટ પુરવઠા તંત્રે તપાસમાં ઝુકાવી મામલતદાર પાસે રીપોર્ટ મંગાવ્યો છે, બાદમાં પોલીસ ફરીયાદ સાંજ સુધીમાં થશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:56 pm IST)