Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આમરણમાં ગૌશાળાના લાભાર્થે કલાકમાં ૧૭ લાખનું દાન એકત્ર

ડાયમંડનગર ખાતેની ગૌશાળાના લાભાર્થે આયોજીત સ્નેહમિલનમાં વતનપ્રેમીઓને દાન કરીને ઝોળી છલકાવી

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૨ : આમરણના ડાયમંડનગર ખાતેની ગૌશાળાના લાભાર્થે વતનપ્રેમીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી સ્થિત વતનપ્રેમી સિરામિક ઉદ્યોગકારો દ્વારા માત્ર એક કલાકમાં રૂ. ૧૭ લાખની માતબર રકમનું દાન કરી ઝોળી છલકાવી દઇ ગૌભકિતની ભાવનાને સાર્થક કરી હતી.

તેમજ આગામી પાંચ વર્ષના દાતાઓની પણ નોંધણી કરવામાં આવી હતી. આ ગૌશાળાના સંસ્થાપક જીવરાજબાપા ગડારા દ્વારા હાલ ૨૬૦ જેટલી ગાયોનો નિભાવ થઇ રહ્યો છે. ગૌશાળા સમિતિના પ્રમુખ હરિભાઇ ભાડજાની આગેવાની હેઠળ યુવાનો ગૌસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

આ પ્રસંગે સંસ્થાના અગ્રણી રાઘવજીભાઇ ગડારા, બાબુભાઇ ગડારાએ ગૌભકતોએ દાનની વહાવેલ સરવાણી બદલ આભાર વ્યકત કરી ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.

અરવિંદભાઇ કાસુન્દ્રાઍ સંસ્થાનો પારદર્શક હિસાબ રજુ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ ભાલોડિયા તથા ચંદુભાઇ કાસુન્દ્રાઍ કયુ* હતું.

(10:56 am IST)