Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિપાવલી તહેવારના શુભ મુહુર્તો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર :.. દશેરા, શરદપૂનમ, પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, નૂતન વર્ષ વગેરેના શુભ મુહુર્તો જુનાગઢના પ્રખ્યાત જયોતીષી દિનેશકુમાર અનંતરાય ભટ્ટે સૂયોદય, સૂર્યાસ્તની ગણતરી કરીને આપેલા છે. તેમજ પ્રદોષ કાળ વૃષભ લગ્ન ગણતરી પૂર્વક આપેલ છે. વધુ વિગત માટે જુનાગઢ કાગદી પૂજા સ્ટેશનર્સ માલીવાડા રોડ, જૂની સેન્ટ્રલ બેંકની સામે જૂનાગઢ વાળા હિતેષભાઇ પારેખનો મો. ૯૯ર૪૩ રપ૭૩ર, મો. ૯૯૦૪૦ ૩૪ર૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ધનતેરસ

સંવત ર૦૭૭ આસો વદી બારસ મંગળવાર તા. ર-૧૧-ર૦ર૧ ના રોજ ધનતેરસ મનાવવામાં આવશે. આ દિવસે સવારે ૧૧ કલાક ૩૧ મીનીટ પછી ધનતેરસ નો પ્રારંભ થાય છે. તે બીજે દિવસે સવારે ૯ કલાકે ર મીનીટ સુધી રહેનાર છે. પોતાની પરંપરા પ્રમાણે ધનતેરસની પુજા કરાવવી ધનતેરસ શુભ મુહુર્તો સવારે ૧૧ કલાક ૩૧ મીનીટથી બપોરે ૧ કલાક પ૬ મીનીટ સુધીની ચલ ચોઘડીયાનો અમુક ભાગ તેમજ લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૩ કલાક ૧૦ મીનીટથી બપોરે ૪ કલાક ૪૪ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ રાત્રે ૭ કલાક ૪ર મીનીટથી રાત્રે ૯ કલાક ૧૮ મીનીટ સુધી લાભ ચોઘડીયુ તેમજ રાત્રે ૧૦ કલાક પ૪ મીનીટથી મધરાત્રે ૩ કલાક ૪ર મીનીટ સુધી શુભ અમૃત તેમજ ચલ ચોઘડીયા તેમજ બુધવારના સૂર્યોદય પછી સવારે ૬ કલાક પ૬ મીનીટથી સવારે ૯ કલાક ર મીનીટ સુધી લાભ તેમજ અમૃત ચોઘડીયાનો અમુક ભાગ.

દિવાળી

સંવત ર૦૭૭ અસો વદી અમાસ ગુરૂવારે તા. ૪-૧૧-ર૦ર૧ ના રોજ દિવાળી મનાવવામાં આવશે. દિવાળીનો શુભ મુહુર્તો વહેલી સવારે ૬ કલાક પ૬ મીનીટથી ૮ કલાક ર૦ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ સવારે ૧૧ કલાક ૮ મીનીટથી બપોરના ૩ કલાક ર૦ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૪ કલાક ૪૪ મીનીટથી સાંજના ૬ કલાક ૮ મીનીટ સુધી શુભ ચોઘડીયુ તેમજ સુર્યાસ્ત પછી ૬ કલાક ૮ મીનીટથી રાત્રે ૯ કલાક ર૦ મીનીટ સુધી અમૃત તેમજ ચલ ચોઘડીયાં તેમજ રાત્રે ૧ર કલાક ૩ર મીનીટથી રાત્રે ર કલાક ૮ મીનીટ સુધી લાભ ચોઘડીયું.

પ્રદોષ કાળ પ્રમાણે ગુરૂવારે સાંજે ૬ કલાક ૮ મીનીટથી રાત્રે ૮ કલાક રર મીનીટ સુધી પ્રદોષ કાળનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે સાંજે ૬ કલાક ૪૬ મીનીટથી રાત્રે ૮ કલાક ૪૧ મીનીટ સુધી વૃષભ લગ્ન ચોપડા પૂજન માટે શુભ ગણાય છે.

નૂતન વર્ષ ગોવર્ધન પુજા તેમજ અન્નકુટ ઉત્સવ

સંવત ર૦૭૮ કારતક સુદ એકમ શુક્રવાર તા. પ-૧૧-ર૦ર૧ ના રોજ નુતન વર્ષનો પ્રારંભ થશે. સંવત ર૦૭૮ નુતન વર્ષ ચોપડામાં મિતી પધરાવવાના મુહુર્તો દિવાળીની પાછલી રાત્રે ૩ કલાક ૪૪ મીનીટથી એટલે કે, બીજે દિવસે સવારના ૬ કલાક પ૬ મીનીટ સુધી શુભ તેમજ અમૃત ચોઘડીયા સૂર્યોદય પછી શુક્રવારે ૬ કલાક પ૬ મીનીટથી સવારના ૧૧ કલાક ૮ મીનીટ સુધી ચલ, લાભ, તેમજ અમૃત ચોઘડીયા.

ભાઇબીજ

સંવત ર૦૭૮ કારતક સુદ બીજ શનિવાર તા. ૬-૧૧-ર૦ર૧ ના રોજ મનાવવામાં આવશે.

લાભપાંચમી

સંવત ર૦૭૮ કારતક સુધી પાચમ મંગળવાર તા. ૯-૧૧-ર૦ર૧ ના રોજ મનાવવામાં આવશે.

જલારામ જયંતિ

સંવત ર૦૭૮ કારતક સુદ છઠ્ઠ બુધવાર તા. ૧૧-૧૧-ર૦ર૧ ના રોજ મનાવવામાં આવશે.

(11:55 am IST)