Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આત્મનિર્ભર મહિલા-આત્મનિર્ભર ગામને સાર્થક કરવા જામનગર ખાતે પ્રાદેશિક મેળો

જામનગર તા. ૨: લાખોટા તળાવ પરિસર ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તેઙ્ગ પ્રાદેશિક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે સરકાર દ્વારા સખીમંડળો એટલે કે મહિલાઓના સ્વસહાય જુથોને સહાય આપવામાં આવે છે, ત્યારે આ મહિલાઓ દ્વારા નિર્મિત ઉત્પાદનોને લોકોમાં પ્રદર્શન અને વેચાણ હેતુ સ્ટોલ ફાળવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરના અન્ય લોકો પણ વોકલ ફોર લોકલ બની પ્રાદેશિક લોકો દ્વારા બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે. આઙ્ગ પ્રકારના પ્રદર્શનો થકી મહિલાઓ આત્મનિર્ભરતાની દિશા તરફ આગળ વધી રહી છે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

સાંસદશ્રીએ પ્રદર્શન ખાતેના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ સ્વ-સહાય જુથની બહેનો સાથે સંવાદ સાધી તેમની પ્રવૃત્ત્િ।ઓને બિરદાવી હતી. આ સાથે જ કુટિર ઉદ્યોગ અંતર્ગત હસ્તકલા સેતુ યોજના હેઠળ હસ્તકલાની વસ્તુઓના પ્રદર્શન અને વેચાણના સ્ટોલની પણ સાંસદશ્રીએ મુલાકાત લીધી હતી. પ્રાદેશિક મેળા અને હસ્તકલા મેળાના ૨૦ સ્ટોલ પર સાંસદશ્રીએ વસ્તુઓના પ્રદર્શનો નિહાળ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઓમ ટ્રેનિંગ સેન્ટરના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત ડેકોરેટિવ દીવા વગેરે વસ્તુઓના પ્રદર્શન હેતુ એક સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. સાંસદશ્રી દ્વારા માનસિક વિકલાંગ બાળકોની સુઝબૂઝ અને તેમની સુંદર કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.આ પ્રાદેશિક મેળા માટે જામનગરની પ્રણામી સંસ્થાના ખીજડા મંદિર ખાતે સ્વસહાય જુથની બહેનોને ત્રણ દિવસના પ્રદર્શન દરમિયાન રહેવા તથા જમવાની વ્યવસ્થા સંત શ્રી કૃષ્ણમણિજીઙ્ગ મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેન્દ્ર રાયજાદા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એ.કે વસ્તાણી તથા વિવિધ વિસ્તારના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)