Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મીઠાપુરમાં ચેનની ચીલઝડપ કરનારા ૩ શખ્સો ૯પ હજારના મુદ્માલ સાથે ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશી દ્વારા જીલ્લામાં બનતા વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ. સી. બી.ના પોલીસ ઇન્સ. જે. એમ. ચાવડાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો. સ. ઇ. એસ. વી. ગળચર નાઓ સ્ટાફ સાથે મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતાં.

જે અન્વયે મીઠાપુરમાં ફરીયાદી પોતાના ઘરની બહાર રાત્રીના સુતા હોય અને રાત્રીના અજાણ્યા ઇસમો પોતે પહેરેલ ગળામાં સોનાનો ચેન તોડી નાસી ગયેલ હોય જે ગુન્હો અનડીકેટ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે એલ. સી. બી. પો. સ. ઇ. એસ. વી. ગળચરનાઓ દ્વારા તપાસ ટેકનીકલ એનાલીસીસ તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ ચાલુ હતી દરમ્યાન એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ, પો. હેડ કોન્સ. અરજણભાઇ મારૂ તથા બલભદ્રસિંહ ગોહીલ નાઓને મળેલ હકિકત આધારે એલ. સી. બી. ટીમના પો. સ. ઇ. એસ. વી. ગળચર એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ, દેવશીભાઇ ગોજીયા પો. હેડ કોન્સ. અરજણભાઇ મારૂ, બોઘાભાઇ કેસરીયા, બલભદ્રસિંહ ગોહીલ, ડ્રા. એ. એસ. આઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા નાઓની ટીમ દ્વારા આરંભડા ગામ ક્રિષ્નનગર માંથી ત્રણ ઇસમોને પકડી પાડી ઉપરોકત અનડીટેક ગુન્હો શોધી આરોપી અટક કરી આગળની કાર્યવાહી અર્થે મીઠાપુર પો. સ્ટે. સોંપી આપેલ છે.

પોલીસે સામરાભા જસરાજભા માણેક જાતે હિન્દુ વાઘેર ઉ.૩પ રહે. દેવપરા ગામ જી. દેવભૂમિ દ્વારકા, ભરતભા જખરાભા માણેક જાતે હિન્દુ વાઘેર ઉ.૩પ રહે. દેવપરા ગામ જી. દેવભૂમિ દ્વારકા લાખાભા મુરૂભા માણેક જાતે હિન્દુ વાઘેર ઉ.ર૭ રહે. મીઠાપુર ક્રિષ્નાનગર જી. દેવભૂમિ દ્વારકાની એક સોનાનો ચેન વજન રપ.પ૦૦ મીલી ગ્રામ કિ. રૂ. ૯પ૦૦૦ સાથે ધરપકડ કરી છે.

આ કાર્યવાહી એલ. સી. બી. પો. ઇન્સ. શ્રી જે. એમ. ચાવડા નાઓની સુચના મુજબ એલ. સી. બી. સ્ટાફના પો. સ. ઇ. એસ.  વી. ગળચર, તથા એ. એસ. આઇ. દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ, જીતુભાઇ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં.

(1:15 pm IST)