Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના ડોલરભાઇ કોટેચાનું ચેરમેન પદેથી સ્વૈચ્છિક રાજીનામુ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સિધ્ધાંતને અનુસરી એક વ્યકિત એક હોદાની સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમ જુનાગઢ જીલ્લાથી શરૂઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના ચેરમેનપદેથી ડોલરભાઇ કોટેચાએ સ્વૈચ્છિક રાજીનામુ આપેલ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સિધ્ધાંતને અનુસરીને એક વ્યકિત એક હોદાનો સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમ  જુનાગઢ જીલ્લામાં શરૂઆત થઇ છે.

ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્કના ચેરમને  ડોલરભાઇ વી. કોટેચાએ જણાવેલ કે, આ બેન્કનું સુકાન તા.૧પ-૬-ર૦ર૦થી સંભાળેલ છે  અને ત્યારબાદ રાજયકક્ષાની ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંન્ક લી. ખેતી બેંક અમદાવાદનાં ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાઇ આવતા વધારીની જવાબદારી સંભાળેલ છે અને તાજેતરમાં નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેંક 'નાસ્કોબ'ના ડાયરેકટર તરીકે બીન હરિફ ચુંટાયેલ છે. તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંક લી. અમદાવાદના સીનીયર ડીરેકટર તરીકે પણ વર્ષોથી સેવા આપી રહયા છીએ. આમ અમો રાજયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાની સંસ્થાઓમાં સેવાઓ આપતા હોય ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી., ના ચેરમેનપદેથી મુકત કરવા સ્વેચ્છાએ ઇચ્છા વ્યકિત કરી રાજીનામુ આપેલ છે.

બેન્કના નવા ચેરમેન માટેની ચુંટણી યોજાનાર છે.  આ બેન્કનું સુકાન, સંભાળ્યા બાદ બેન્કની વિકાસ પ્રગતી અને બેન્કનાં ખેડુત સભાસદોના હિતની ચીંતા કરી હંમેશા જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોને આ બેન્ક દ્વારા વધુમાં વધુમાં સવલતો આપી મદદ કરી ખેડુતોના પ્રશ્નો અને સમસ્યા માટે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે અમારા સતત પ્રયાસો કરેલ છે અને તેની ફલશ્રુતીના ભાગરૂપે બેન્કની વિકાસયાત્રામાં અમો અને બોર્ડ ઓફ ડીરેકટર્સના પ્રયાસોથી નીચે મુજબના મુદાઓમાં સીધ્ધીઓ હાંસલ કરેલ છે. જેનો બેન્કનાં ગ્રાહકો મંડળીઓ અને સહકારી સંંસ્થાઓને લાભ મળેલ છે અને બેન્કને સધ્ધર અને ગુજરાતની અગ્રીમ હરોળની બેન્કમાં સ્થાન અપાવવાના કદમમાં આગેકુચ કરી છે.

(૧) બેન્કનો સને ર૦ર૦-ર૧ના વર્ષનો રૂ.ર૭.૮૭ કરોડનો નફો થતા વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને ૪ર વર્ષ બાદ પ્રથમ વાર ૧૦ ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

(ર) થાપણો : તા.૩૧-૩-ર૦ર૦ના અંતે બેન્કની કુલ થાપણ રૂ.૭૧૩ કરોડ હતી, જે તે તા.૩૦-૯-ર૦ર૧ના અંતે રૂ.૯પ૮ કરોડ રહેલ છે. આમ થાપણો રૂ.ર૪પ કરોડનો વધારો થયેલ છે.

(૩) ધિરાણો તા.૩૧-૩-ર૦ર૦ના અંતે બેન્કનું કુલ ધિરાણ રૂ.૧,૧૧૪ કરોડ કરવામાં આવેલ હતુ. જે તા.૩ ૧-૩-ર૦ર૧ના અંતે રૂ.૧ર૧૪ કરોડનું ધિરાણ કરવામાં આવેલ છે.અ ામ આ ધિરાણમાં રૂ.૧૦૦ કરોડનો વધારો થયેલ છે.

(૪) વસુલાત સને ર૦ર૦-ર૧ના વર્ષના ધિરાણની વસુલાત ૯૭.પ૧ ટકા થયેલ છે.

વર્ષ દરમિયાન ૩૪ સેવા સહકારી મંડળીઓને બેન્ક દ્વારા વિનામૂલયે માઇક્રો એ.ટી.એમ. આપેલ છે. આમ કુલ પ૬ મંડળીઓનો માઇક્રો એ.ટી.એમ.નું વિતરણ કરવામાં આવેલ છે. આ પ૬ ગામના ખેડુતોને પોતાના જ ગામમાંથી  એટીએમ કાર્ડ દ્વારા નાણાની સવલત મળી રહી છે.

વિવિધ તાલુકા લેવલે ૯-શાખાઓમાં એટીએમ મુકવામાં આવેલ છે. આમ બેન્કની કુલ ૧ર તાલુકા લેવલની શાખામાં એટીએમની સુવિધા પુરી પાડવામાં આવેલ છે.

વર્ષ દરમિયાન પ૦ ગામોમાં એફએલસી કાર્યક્રમનું આયોજન કરી લોકોને નાણાકીય સાક્ષરતા અભિયાન દ્વારા  સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને બેન્કની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી બેકિંગ સમજણ આપી નાણાની બચત કરતા અને નાણાની જરૂ ર પડે ત્યારે બેન્ક તરફથી લોન દ્વારા સવલત મળી શકે છે, તેનાથી માહિતગાર કરવામાં આવેલ છે.

બેન્ક દ્વારા આ બેન્કમાંથી કે.સી.સી. ધિરાણ મેળવતા ખેડુતોને અત્યાર સુધી રૂ.૧ લાખનું વિમા કવચ પુરૂ પાડવામાં આવતુ હતુ. તેમાં રૂ. ર લાખનો વધારો કરી રૂ.૩ લાખનું અકસ્માત વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે. આમ રૂ. ર લાખનો વિમા કવચમાં વધારો કરેલ છે.

બેન્કમાંથી કે.સી.સી. ધિરાણ મેળવતા ખેડુત સભાસદોને ૭પવર્ષથી મોટી વયના ખેડુતોને વિમા કંપનીના નિયમ અનુસાર વિમા કવચથી સુરક્ષીત થતાં નથી, એટલે એ અકસ્માત વિમો મળતો નથી. આવી અકસ્માત વિમા યોજનાથી વંચિત બેન્કમાંથી કે.સી.સી. ધીરાણ મેળવતા ખેડુતોને બેન્કના પોતાના સ્વભંડોળમાંથી ડો. મિલાપસિંહ પઢિયાર જૈફ વયસ્ક અકસ્માત વિમા યોજના હેઠળ આવરી  લઇ બેન્ક તરફથી ૭પ વર્ષથીવધુ વયના ખેડુતોને વિમા કવચથી સુરક્ષીત કરવામાં આવેલ છે.

ખેડુતોને તાત્કાલકી નાણાકીય જરૂરીયાત માટે રૂ. ર લાખની તાત્કાલીક લોન યોનજા, બેન્ક દ્વારા કે.સી.સી. ધિરાણ મેળવતા ખેડુતોને જીલ્લા બેન્ક ખેડુત આવાસ યોજના હેઠળ હોમ લોન શરૂ કરવામાં આવેલ છે.

ખેડુતોને ર-વ્હીલર અને ૪-વ્હીલ - કાર ખરીદવા માટે ખેડુતો ધિરાણ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

ખેડુતોને આકસ્મીક નાણાંકીય જરૂરીયાતને પહોંચી વળવા બેન્ક તરફથી સોના ચાંદી સામે ધિરાણ યોજના અમલમાં મુકેલ છે.

ખેડુતોના સંતાનો માટે ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના અમલમાં બેન્કનાં ચેરમેન ડોલરભાઇ કોટેચાએ સભાસદ મંડળી, સહકારી સંસ્થાઓ સર્વે સહકારી આગેવાનો અને બેન્ક સાથે જોડાયેલા  ગ્રાહકોનો આભાર માનેલ હતો.

(1:15 pm IST)