Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જામનગરના આમરામાં લગ્ન કરવા માટે મનદુઃખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: સિકકા પોલીસ સ્ટેશનમાં અમૃતલાલ હરજીભાઈ નકુમ, ઉ.વ.૪૬, રે. અમારા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૧–ર૧ ના આમરા ગામની ફરીયાદી અમૃતલાલની વાડી પાસે ફરીયાદી અમૃતલાલની દિકરી પાયલ સાથે આરોપી સુરેશ ગોરધનભાઈ નકુમ ને લગ્ન કરવા હોય પરંતુ ફરીયાદી અમૃતલાલ તથા આરોપી બંન્ને એકજ જ્ઞાતિના અને શાખના હોય અને આરોપી સુરેશ કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી ફરીયાદી અમૃતલાલ એ લગ્ન ની ના પાડેલ હોય જે બાબતે મનદુઃખ ખાર રાખી આરોપી સુરેશ ગોરધનભાઈ નકુમએ છરી સાથે તથા આરોપી મનસુખ ગોરધનભાઈ નકુમ લાકડાના ધોકા સાથે મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.એસ.–૭પ૩૬ ઉપર ફરીયાદી અમૃતલાલની વાડી પાસે જઈ ભુંડા બોલી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વસઈ ગામે દારૂની ૧ર બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૧–ર૦ર૧ વસઈ ગામ ચેરીયા ડાડાના મંદિર પાસે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે ભાભો દેવુભા જાડેજા એ વિદેશી દારૂ ઓલ્ડ મેકડોવેલ્સ ત્રીપલ એકસ રમ કંપની શીલબંધ બોટલ નંગ–૧ર, કુલ કિંમત રૂ.૬૦૦૦/ની ગેરકાયદેસર પાસ પરમીટ વગર આરોપી પ્રવિણ ઉર્ફે પવિ ગજરા પાસે મેળવી પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી પ્રવિણ ઉર્ફે પવિ ગજરા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નાદુરી ગામે જમીન પચાવી પાડતા બે સામે ફરીયાદ

લાલપુર પોલીસ સ્ટેશનમાં કેશુરભાઈ કરશનભાઈ ગોજીયા, ઉ.વ.૭૪, રે. જે.પી.દેવરીયા ગામ, તા. જામખંભાળીયા વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, જુન–ર૦૧૧ થી પ–૭–ર૦ર૧ના અરસામાં નાંદુરી ગામે ફરીયાદી કેશુરભાઈની માલિકીની ખેતીવાડીની જમીન લાલપુર તાલુકાના નંદુરી ગામે પોતાની ખેતીવાડીની જમીન જેના ખાતા નં. ૩૭૦ તથા જેના સર્વે નં.૩૩ર જુના સર્વે નં.૪૧૩/પૈકી–ર હે.૧–૩૮–૬૩ વાળી જમીન આરોપીઓ પ્રકાશભાઈ કાનાભાઈ કરંગીયા, પરીક્ષીત કાનાભાઈ કરંગીયા, રે. નાંદુરી ગામ વાળા એ જૂન–ર૦૧૧ થી ગેરકાયદેસર કબ્જો કરી તેમા પાણી માટેનો બોર કરી તથા તેમા મકાન બનાવી જમીન પચાવી પાડી હાલ કબ્જો ચાલુ રાખેલ ફરીયાદી કેશુરભાઈને અવાર–નવાર આ સર્વે નંબરની જમીન ખેડવા જતા હોય ત્યારે આરોપીઓ જમીન ખેડવા દીધેલ નહીં અને જમીનમાં પગ મુકયો તો જીવતો નહી રહો તેમ અવાર–નવાર ફરીયાદી કેશુરભાઈને ધમકીઓ આપતા હોય અને જમીન ખાલી કરતા ન હોય ગઈ તા.પ–૭–ર૧ ના રોજ ફરીયાદી કેશુરભાઈ તથા તેના પુત્ર વજશીભાઈ જમીન ખેડવા જતા આરોપીઓ ધારીયા લઈ ફરીયાદી કેશુરભાઈ તથા સાહેદની પાછળ આવી ફરીયાદી કેશુરભાઈને કહેલ કે આ જમીન અમારી છે તમે અહીંથી ચાલ્યા જાવ નહીંતર આ ધારીયા તમારા સગા નહીં થાય અહીંજ તમને પતાવી દેશુ જો વાડીની બહાર નહી નીકળતો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બે ફામ ભુંડી ગાળો બોલી એકબીજાની મદદગારી કરી જિલલા કલેકટના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી સદરહુ જમીન પર ગેરકાયદેસર કબ્જા ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદી કેશુરભાઈએ જિલ્લા કલેકટર જામનગરને સંબોધીને કલેકટર કચેરીના લેન્ડગ્રેબીંગ કમીટીમાં અરજી કરતા આ ગુના બાબતે ફરીયાદ નોંધાઈ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૧–ર૧ ના કડબાલ ગામના પાટીયાના બસ સ્ટેન્ડ પાસે આરોપી ભાવીનભાઈ મોહનલાલ ઘેટીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ઘર કંકાસની શંકા રાખી માર માર્યો

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં રહીમાબેન અલ્તાફભાઈ સતારભાઈ લાખા, ઉ.વ.૪૦, રે. સતવારા વાડ, રણછોડરાઈજીના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૧–ર૧ના સતવારાવાડ, રણછોડરાયજીના મંદિર પાસે, જામનગર ફરીયાદી રહીમાબેનની પુત્રી છેલ્લા પાંચક મહિનાથી રીસામણે હોય આરોપી મકસુદભાઈ સતારભાઈ સમાની દિકરી ફરીયાદી રહીમાબેનની દિકરીનું ઘર ચાલવા ન દેતી હોય અને આ બાબતે ફરીયાદી રહીમાબેને કાંઈ પણ વાત કહે તો આરોપીઓ મકસુદભાઈ સતારભાઈ સમા, ફરજાનાબેન મકસુદભાઈ સમા, નાસીરભાઈ મકસુદભાઈ સમા, રે. જામનગરવાળા ઉલ્ટાનું ફરીયાદી રહીમાબેન સાથે વહેમ શંકા રાખી ધોકા વડે માર મારેલ અને આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરીયાદી રહીમાબેનને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:16 pm IST)