Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સાવરકુંડલા માનવમંદિરે ખુશ્બુબેનની ઝીયારત કરવામાં આવી : ગાયત્રી મંદિર ચલાલા દ્વારા ગાયત્રી મંત્રો પણ ઉચ્ચારાયા : આમ સામાજિક સમરસતા અને કોમી એકતાનાં દર્શન

 સાવરકુંડલા : શહેરમાં હાથસણી રોડ સ્થિત માનવમંદિરમાં ખુશ્બુનાં નિધન બાદ તેની મુસ્લિમ રીત રિવાજ મુજબ થતી તમામ વિધિઓ પૈકીની ઝીયારત હાફિઝ  દ્વારા મુસ્લિમ સમાજનાં આગેવાનો અને પત્રકારોની હાજરીમાં  તમામ વિધિવિધાન મુજબ કરવામાં આવી હતી. આ સમયે ગાયત્રી પરિવાર ચલાલા દ્વારા પણ ગાયત્રી મંત્રના જાપ સાથે તેના મોક્ષાર્થે વિધિ કરવામાં આવી હતી. આ તકે હાફિઝ સાહેબે પણ આ કોમી સોહાર્દ અને ભાઈચારાની ભાવના બળવત્તર બને તેવી દુવા કરી હતી તો માનવમંદિરનાં ભકિતરામ બાપુ એક સાચાં સંત તરીકે સૂફી - સંત ધર્મ નહીં પરંતુ માનવસેવાને જ ધર્મ સમજી કોઈ પણ પ્રકારનાં ધાર્મિક ભેદભાવ વગર સમગ્ર જીવ માત્ર કૃપા પાત્ર એ ન્યાયે માનવમંદિરમાં હમેશાં નાત જાત કે વર્ગ ભેદ કે વર્ણ ભેદના વાડાને કોઈ સ્થાન નથી અહીં તો ફકત ઇન્સાનિયતની પૂજા થાય છે. એવો સંદેશો આપી  સજળ નયને પોતાના સ્વજનનું દુખ સમજીને પૂરાં ધાર્મિક ભાવથી ખુશ્બુબેનનાં આત્માના કલ્યાણ માટે હ્રદયથી પ્રાર્થના કરી હતી. આમ સામાજિક સમરસતા અને કોમી એકતાની એક અનોખી મિસાલ સ્થાપિત કરતું માનવમંદિર હવે ખરાં અર્થમાં પે્રમાલય કહેવાશે.. બીજાના પ્રત્યે કરુણા, વાત્સલ્ય અને મમતાનું સીંચન કરતી માનવધર્મની સૌથી શ્રેષ્ઠ મિસાલ.

(1:16 pm IST)