Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જસદણઃ સીઆરએફ જવાનોનું સન્માન

જસદણઃ પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી તેમજ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને કોળી સમાજના આગેવાનો દ્વારા વિંછીયા તાલુકાના સીઆરએફની ટ્રેનીંગમાંથી વતન તરફ પરત ફરેલા જવાનોનું મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. પાંચાળ પ્રદેશના ગૌરવ સમાન વિંછીયા તાલુકાના ગામોના જવાનો પૈકી હરેશભાઈ ધોરીયા રેવાણીયા, પ્રદિપભાઈ ખવડ સમઢીયાળા, વિશાલભાઈ તાવિયા, મોઢુકા, અસ્મિતાબેન તાવિયા મોઢુકા અને વિંછીયા ગામના દિપકભાઈ રોજાસરા વગેરે જવાનોએ રાષ્ટ્રની સેવામાં સહભાગી બની પાંચાળ પ્રદેશનું ગૌરવ વધારવા બદલ સન્માન કરવામાં આવ્યુ અને સન્માન સમારોહમા વિનોદભાઈ વાલાણી, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલ, સંદિપભાઈ વાળા, અવસરભાઈ નાકીયા, શામજીભાઈ ધોરીયા, શિક્ષણવિદ્દ કલ્યાણભાઈ ધોરીયા, પ્રવિણભાઈ ગાબુ, જેસાભાઈ મકવાણા, હિતેશભાઈ વાલાણી, નરેશભાઈ રોજાસરા, વાલજીભાઈ સરપંચ મોઢુકા વગેરે તમામ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું તે તસ્વીર

 

(10:21 am IST)