Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

નવાબંદર જેટી ઉંપર લાંગરેલી ૧૦ બોટો ડૂબી જતા ૮ ખલાસી ગૂમ

રાત્રે ૧૧ થી ૩માં ભારે વાવાઝોડુ ફુંકાતા બોટો છુટી પડી દરીયામાં ઢસડાઇઃ માછીમારોને નુકશાનઃ દેલવાડાનો યુવક ડૂબી ગયો : ઉંના પંથકમાં આંબામાં ફુગરોગની શકયતાઃ પાકને હાનીઃ બોટ અંગે ચાલી રહેલ સર્વે

નવા બંદરની જેટી ઉપર બોટો ડુબી ગયાની સર્જાયેલ દુર્ઘટનાની તસ્વીરો

(નવીન જોષી દ્વારા) ઉંના, તા., ૨: લોપ્રેશરની અસરથી દરીયામાં ભારે પવનને લીધે ઉંના પાસેના નવા બંદરની જેટી ઉંપર લાંગરેલી ૧૦ બોટો પૈકી ૮ છુટી પડીને દરીયામાં ઢસડાઇ ડુબી જતા આ બોટોના કુલ ૮ ખલાસીઓ લાપતા બન્યાનું બહાર આવ્યું છે. ૭ ખલાસીઓ લાપતા બનતા તંત્ર દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જીલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સુચના અપાઇ હતી. એવામાં રાત્રી દરમ્યાન ૧૧ થી ૩ વચ્ચે આવેલા મીની વાવાઝોડામાં નવા બંદરના માછીમારીને ભારે નુકશાન થયું છે.
સુત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર દુર્ઘટનામાં ૧પ જેટલી બોટો ડુબી હોવાનું જાણવા મળી રહયું છે. તેમજ અનેક માછીમારો લાપતા થયાનું સામે આવી રહયું છે. જોકે સતાવાર રીતે હજુ કેટલા માછીમાર ગુમ છે તે અંગે કોઇ જાણકારી સામે આવી નથી. તે ઉંપરાંત હજુ પણ દરીયામાં કરન્ટ જોવા મળી રહયો છે. ખરાબ હવામાન અને ભારે પવનના કારણે સમુદ્રમાં હેલી હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સતત  મથામણ ચાલી રહી છે.
અરબી સમુદ્રમાં અપર એરસાયકલનો ને કારણે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સર્જાતા કારતક માસમાં ઉંના શહેર તથા ગ્રામ્ય પંથક ત્થા ગીરગઢડા તાલુકામાં મંગળવારની રાત્રીના ૯ કલાકથી આકાસમાંથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો જે આખી રાત ત્થા સાંજે ૬ કલાક સુધી શરૂ થતા ઉંના શહેરમાં પ૬ મી. મી. વરસાદ વરસેલ છે. ધુમ્સને કારણે વિઝેબેલીટી ઘટી ગઇ છે. તેમજ તાલુકાનાં સામતેરા સનખડા, અંજાર, અમોદ્રા, દેકાવાડા, નવાબંદર, વાંસોજા તડ, કેશસીયા, ભાચા, ખાપટ, ડેસરા, લામધાર, કાજરડી, ગરાળ વિગેરે ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયાનાં અહેવાલ છે. આ કમોસમી વરસાદથી શીયાળુ પાક ઘઉંં, ચણા, ઝીરૂ, તલ, ડુંગળી, વગેરે પાકોમાં રોગ આવવાની શકયતા છે. તેમજ આંબા ઉંપર મોર નીકળવાની પ્રક્રિયા ચાલુ હોય ફુગ જન્ય રોગની શકયતા ખેડૂતો માની રહયા છે.
યાર્ડમાં મગફળી, કપાસની હરરાજી બંધ રહી હતી. નવાબંદર, સૈયદ રાજપરા, બંદરે સુકવેલ મચ્છી  બગડી જતા મોટી નુકશાની થઇ છે.
ગીરગઢડા ગામ તથા સનવાવ, બાબરીયા, જામવાળા, જુડવડલી, ફાટસર, ઇટવામાં છોકડવો, બેડીયા, થોરડી-ભાખા, કોદીયા, દ્રોણ, ઉંમેદપરા વિગેરે ગામોમાં પણ મંગળવાર રાતથી બુધવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા ગામનાં રોડ ઉંપર પાણી વહેવા લાગેલા હતાં આજે ઉંના ગીર ગઢડા તાલુકામાં ધાબળીયુ વાતાવરણ અને ઠંડો પવન ફુંકાય છે.


 

(11:11 am IST)