Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગોંડલના સાજડીયાળી ગામે ધમકી અપાતા શ્રમીક પરિવાર રાતભર ઘરમાં પુરાઇ રહ્યો

ધમકી આપનાર પાડોશી ગોવિંદ સોલંકી સામે પોલીસમાં ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ :ગોંડલના સાજડીયાળી ગામે શ્રમિક પરિવારને પાડોશીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા બીકના માર્યા શ્રમિક પરિવારના પાંચ સભ્યોને આખીરાત ઘરમાં પુરાઈને રહેવું પડયું હતું.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના સાજડીયાળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા જાનાબેન નાથાભાઈ સોલંકીના પરિવારને પાડોશમાં રહેતા ગોવિંદ સોમાભાઈ સોલંકી એ ઘર પાસે આવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ દીકરા અને એક દીકરી સાથે ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હોય બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪ ૫૦૬ (૨) મુજબ આરોપી ગોવિંદ સોલંકી વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસના એ.એસ.આઇ એલ બી ડીંડોરે હાથ ધરી હતી

(11:36 am IST)