Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લોધીકામાં ૨૦ હજારનું દેણું થઇ જતાં એમપીના યુવાને ઝેર પીધું

રાજકોટ તા. ૨: લોધીકામાં રાઘવજીભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં સેન્ડો જયસુખભાઇ ચોૈહાણ (ઉ.૨૩) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે લોધીકા જાણ કરી હતી.સેન્ડાના કહેવા મુજબ તેને ચાર સંતાન છે. અગાઉ પૈસાની જરૂર હોઇ વીસેક હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ હાલમાં પાછી આપી શકાય તેવી વ્યવસ્થા ન હોઇ અને ઉઘરાણી સતત થતી હોઇ કંટાળીને ઝેર પી ગયો હતો.

(11:36 am IST)