Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગોંડલ રાજમહેલ ચોરીનો ભેદ ખૂલ્યો : પ્રભાસ પાટણની ૧૦ લાખની ચોરી અંગે વેરાવળના પકડાયેલા બે દેવીપૂજક શખ્સોની કબૂલાત

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૨ : સુપાસી ચોકડી પાસે આવેલ વિશ્વાશ ટ્રેડીગ તથા ગુજકોમાસોલ ની ઓફીસો માંથી રોડક રૂપીયા ૧૦,૧૦,૦૪૦ના મુદામાલની ઘરફોડ ચોરી ગઇ તા.૨૦/૧૧/૨૦૨૧ ના રોજ થયેલ અને પ્ર.પાટણ પો.સ્ટે. ગુન્હા રજી નંબર ૧૧૧૮૬૦૦૪૨૧૦૬૯૦ આઇ.પી.સી કલમ.૩૮૦૪૫૪,૪૫૭,૧૧૪ મુજબનો ગુન્હો રજી થયેલ અને પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ પી.જે.બાટવા તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.હેડ.કોન્સ.કુલદિપસિંહ જયસિંહ, કનકસિંહ નાનુભાઇ, વિશાલભાઇ પેથાભાઇ તથા પો.કોન્સ ઇમ્તીયાજભાઇ ભીખુભાઇ,પીયુશભાઇ કાનાભાઇ,કૈલાસિંહ જેસાભાઇ,પ્રવિણભાઇ કરશનભાઇ, તુષારભાઇ હરીઓમભાઇ વિગેરે એ તપાસ કરતા હતા. દરમિયાન સીસીટીવીમાં શંકાસ્પદ ઇસમની હરકત જણાઇ આવેલ જે  શંકાસ્પદ ઇસમ વેરાવળ હુડકો સોસાયટીમાં રહેતો દેવીપુજક પરેશ નરસિંહ સોલંકી તથા વેરાવળ હરસિધ્ધી સોસાયટીમાં રહેતો દેવીપુજક દિનેશ બાબુ સોલંકી હોવાનુ માલુમ પડેલ જેથી બન્ને ઇસમોને પકડી પુછપરછ કરતા પોતે સુપાસી ચોકડી પાસે આવેલ ગુજકોમાસોલ તથા વિશ્વાસ ટ્રેડીગમાં ચોરી કરેલાની કબુલાત આપેલ તથા છાત્રોડા ગામે આવેલ ગેસ ગોડાઉનમાં પણ બન્નેએ ચોરી કરેલની કબુલાત કરેલ હોય અને ગેસ ગોડાઉનમાં થયેલ ચોરી બાબતે પ્ર.પાટણ પો.સ્ટે. ગુન્હા રજી નંબર ૧૧૧૮૬૦૦૪૨૧૦૫૯૬ આઇ.પી.સી.કલમ.૩૮૦, ૪૫૭ મુજબનો ગુન્હો રજી.થયેલ તથા આરોપી પરેશ નરશી સોલંકીએ વેરાવળ સાંઇ બાબા મંદીર સામે આવેલ માં પોતાએ એકલા ચોરી કરેલની કબુ લાત કરેલ હોય જે ચોરી બાબતે પ્ર.પાટણ પો.સ્ટે.ગુન્હા રજી નંબર ૧૧૧૮૬૦૦૪૨૧૦૫૯૯ આઇ.પીસી.કલમ ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી બન્ને આરોપીઓ પાસેથી ચોરી કરેલ.૪,૫૬,૮૦૦ રોકડ રૂપીયા તથા સોનાના દાગીના કિ.રૂ.૬૮૭૦૦ના રીકવર કરેલ તથા બન્ને આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ તપાસતા કે બન્ને ઇસમો ગોંડલ સીટી ખાતે આવેલ રાજમહેલ ઘરફોડ ચોરી તથા લુટના ગુન્હા તથા અન્ય ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનુ જાણાવા મળેલ છે.જેથી બન્ને આરોપીઓને અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરેલ છે.

દિવસ દરમિયાન રેકી કરી ઓફિસ, ઘર, ગોડાઉનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની ટેવવાળા છે.  પરેશ મૂળ રાણાવાવના કંડોરણા ગામનો છે અને દિનેશ ભંગારની ફેરી કરે છે.

(11:37 am IST)