Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી માટે વધુ ૨૭૦ ફોર્મ ભરાયા

સરપંચ માટે ૨૭ અને સભ્ય પદ માટે ૨૧૩ ફોર્મ ભરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨ : મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ગઇકાલે સરપંચ માટે ૫૭ અને સભ્ય માટે ૨૧૩ મળીને વધુ ૨૭૦ ફોર્મ ભરાયા છે.

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણી માટે મોરબી તાલુકામાં સરપંચ માટે ૨૮ અને સભ્ય માટે ૧૧૬, હળવદ તાલુકામાં સરપંચ માટે ૧૧ અને સભ્ય માટે ૨૮, વાંકાનેર તાલુકામાં સરપંચ માટે ૧૩ અને સભ્ય માટે ૫૬ તેમજ માળિયા તાલુકામાં સરપંચ માટે ૦૫ અને સભ્ય માટે ૧૩ મળીને જીલ્લામાં સરપંચ માટે આજે ૫૭ ફોર્મ અને સભ્ય માટે ૨૧૩ ફોર્મ ભરાયા છે

મોરબી જીલ્લાની ચુંટણી માટે ત્રણ દિવસમાં કુલ ૩૮૭ ફોર્મ ભરાયા છે જેમાં સરપંચ માટે ૮૭ અને સભ્ય માટે ૩૦૦ ફોર્મ અત્યાર સુધીમાં ભરાયા છે.

(12:35 pm IST)