Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પોરબંદર પાસે અકસ્માતમાં વૃધ્ધ અને યુવાન બન્નેના મૃત્યુ

ડબલ સવારી બુલેટને ટ્રકે હડફેટે ચઢાવ્યાં : મરનાર બન્ને ઓડદરાના રહેવાશી : કામ માટે પોરબંદર જતા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ  અહીંથી ૧૦ કિલોમીટર દૂર સીકોતર માતાજી મંદીર પાસે હાઇવે ઉપર પુરપાટ ટ્રકે ડબલ સવારી બુલેટને હડફેટે ચઢાવતા ઓડદરાના ગોવિંદભાઇ ભીમજીભાઇ મદલાણી લોહાણા (ઉ.વ.૭૮)  તથા બુલેટ ચાલક ભાવિન ભીખુભાઇ થાનકી બ્રાહ્મણ (ઉ.વ.૩ર) બન્નેના મૃત્યુ નીપજયાં હતાં.

આ ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માતમાં ઓડદરના ગોવિંદભાઇ ભીમજીભાઇ મદલાણી (ઉ.વ.૭૮) નું ઘટના સ્થળે મૃત્યુ થયેલ અને ભાવિન ભીખુભાઇ થાનકી (ઉ.૩ર) એ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

આ અકસ્માતમાં મૃત્યુ થયેલ ગોવિંદભાઇ ભીમજીભાઇ તથા ભાવિન ભીખુભાઇ થાનકી બન્ને બુલેટ ઉપર પોરબંદરમાં ગુજરાત એજયુકેશન ઓફિસમાં કામ માટે નીકળ્યા હતા અને ટ્રકને હડફેટે ચઢી ગયા હતાં.

(12:37 pm IST)