Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાવનગરમાં ભાઇશ્રીની ભાગવતકથામાં સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

જુનાગઢ : ભાવનગરમાં રાઠોડ પરિવારના યજમાન પદે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગઇકાલે સાધુ સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવપૂવૃક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે ભાવનગરના યુવરાજ તેમજ શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ જુનાગઢના શ્રી મહંત અને શ્રી પંચદર્શનામજુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીજી મહારાજ પૂ. આત્માનંદ સરસ્વતીજી પૂ. જીણારામબાપુ પુ. રમજુબાપુ પુ.નારાયણદાસબાપુ, પુ.રામબાપુ, પુ. જેરામદાસબાપુ સહિતના સંતો મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં વરસતા વરસાદમાં પણ હેતથી સ્વાગત સાથે ઉજવણી કરવામાં આવી હતી. પૂ.ભાઇશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન વગર જગત ન હોય જગત વગર ભગવાન હોઇ શકે વૃજધામ ખાતે ભાગવત કથામાં કૃષ્ણજન્મ પ્રસંગે ઉત્સવનું વાતાવરણ સર્જાયુ હતુ અને ભાવેણામાં કથામાં રાઠોડ પરિવારના યજમાન પદે સૌને આવકાર સન્માન મળી રહ્યા છે વરસતા વરસાદ વચ્ચે પણ આ રાઠોડ પરિવાર સૌનુ સ્વાગત આવકાર કરતો જોવા મળેલ સ્વ. અરજણભાઇ નગાભાઇ રાઠોડ, સ્વ. વાલાભાઇ નગાભાઇ રાઠોડ તથા સ્વ. ગગજીભાઇ નગાભાઇ રાઠોડ, સ્વ. મેપાભાઇ નગાભાઇ રાઠોડ, સ્વ. શેલાભાઇ વાલાભાઇ રાઠોડ તથા સ્વ. ઝાલાભાઇ ગગજીભાઇ રાઠોડના આશિષથી યોજાયેલ આ ભાગવત કથામાં દરરોજ સંતો મહંતો કથાકારો વિદ્વાનો સમાજના આગેવાનો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે. (અહેવાલ વિનુ જોષીઃ તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:39 pm IST)