Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જુનાગઢની આસ્થા હોસ્પિટલ કોરોના ડેંગ્યુ બાદ ચિકનગુનીયાના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ બની

હજારો દર્દીઓને કોરોના મુકત કરનાર ડો. ચિંતન યાદવ એ ડેંગ્યુના દર્દીઓ ઉપરાંત ચિકનગુનીયાના અસંખ્ય દર્દીઓને સાજા કર્યા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર :  જુનાગઢ લાલ બહાદુર સોસાયટી સ્થિત આસ્થા હોસ્પિટલ એન્ડ આઇસીયુને દર્દીઓની સેવા કાજે દોઢ વર્ષ પુરૂ થવા આવ્યું છે. દરમ્યાન ડો. ચિંતન યાદવ દ્વારા હજારો દર્દીઓને નિદાન સારવાર આપી રોગમુકત અને સ્વસ્થ બનાવ્યા છે.

ડો. ચિંતન યાદવ (એમ.ડી.એફ.આઇ.સી.એમ.) પ૯ મોનરી એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ અને જુનાગઢ તબીબી જગતમાં જેમનું મોખરાનું સ્થાન છે અને દર્દીઓને રાહત દરે નિદાન અને સારવાર આપવામાં આવે છે. ડો. ચિંતન યાદવ એ કોરોના કાળમાં ૧૦૦ થી વધુ ગંભીર લોકોને મોતના મુખમાંથી બચાવેલ અને નવજીવન આપેલ ૧૦૦૦૦૦ થી વધુ દર્દીઓ કોરોનાની આ હોસ્પિટલમાં સારવાર લઇ સ્વસ્થ થયા હતા.

અને છેલ્લા બેમાસથી ડેંગ્યુ તથા ચિકનમુનીયાના રોગચાળાએ અજગર ભરડો લીધો છે ત્યારે શ્રી યાદવ સવારથી મોડી રાત સુધી દર્દીઓનું નિદાન કરી સારવાર આપી રહ્યા છે અને ડેંગ્યુના પણ અસંખ્ય દર્દીઓ અહીં સારવાર લઇ સાજા થઇ રહ્યા છે તેમજ હાલમાં ચિકનગુનીયાના ગંભીર રીતે ઝકડાયેલા દર્દીઓ વ્હીલચેર અને સ્ટેચરમાં સારવાર માટે આવે છે અને ૩ થી ૪ દિવસમાં હરતા ફરતા થઇ જાય છે એવા આ અનુભવી ડો. ચિતન યાદવ દિવસ રાત જોયા વગર ખરા અર્થમાં ભગવાનનું સ્વરૂપ છે. એ સાર્થક કરી રહ્યા હોય તેવું લોકો મહેસુસ કરી રહ્યા છે.

(12:39 pm IST)