Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગરમાં જુનિયર ડોકટરોનું કેન્ડલ માર્ચ :જલદ આંદોલનની ચીમકી

જામનગર : શહેરના એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે જુનિયર તબીબોએ પોતાની નીટ અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને ૧૫૦ થી ૨૦૦ જેટલા જુનિયર તબીબો પ્રતિક હડતાલ બાદ કેન્ડલ માર્ચ સાથે વિરોધ વ્યકત કર્યો હતો. એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે જુદા-જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓને લઇને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યુ છે. જો આવનારા સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(12:40 pm IST)