Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગરમાં પતિએ ફરવા જવાની ના પાડતા પત્નિએ આયખું ટુંકાવ્યું

જામનગર, તા.૨: અહીં હરીયા કોલેજ રોડ ખાનીનગરમાં રહેતા રીયાઝ અલીભાઈ સફીયા ઉ.વ. ર૬ એ પોલીસમાં જાહેર કરેલ છે કે,  તેમની પત્નિ કાયનાબેન ઉ.વ. રપ વાળીને તેમના પતિ સાથે બહાર ફરીવા જવું હોય અને પતિએ જણાવેલ કે હાલ મારા પાસે સમય ના હોય આપણે બે–ત્રણ દિવસ પછી ફરવા જઈશું તેમ કહેતા ઝેરી ટીકડી ખાઈ જતા સારવાર બાદ તેમનું મૃત્યું નિપજેલ છે.

કાલાવડમાં જુગાર

કાલાવડ પોલીસ મથકના આર.એચ.જાડેજાએ શિતલા કોલોની શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા અશોક છગનભાઈ ઝીંઝુવાડીયા, અશ્વિન અનીલભાઈ ઝીંઝુવાડીયા, મનસુખ બાબુભાઈ પાટડીયા, આશિષ પરસોતમભાઈ, ધવલ જેન્તીભાઈ તંબોલીયાને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૦૪૦૦ સાથે ઝડપી પાડયા હતા.

માનસીક બિમારીથી કંટાળી જઈ યુવતિએ ઝેરી દવા પી લેતા મોત

લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા ભીમાભાઈ મનજીભાઈ સંગાણી, ઉ.વ.પપ એ મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જોગવડ ગામ પોતાના રહેણાક ઝુપડી કિષ્નાબેન ભીમાભાઈ મનજીભાઈ સંગાણી, ઉ.વ.૧૮, રે. જોગવડ ગામવાળા પોતાની ઝુંપડી એ પોતાને માનસીક બિમારી હોય જે બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના હાથે કોઈ ઝેરી દવા પી લેતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ આવતા મૃત્યુ પામેલ છે.

ઘરમાં પ્રવેશી તોડફોડ

અહીં ખોજા ચકલા પાસે રહેતી જરીનાબેન હારૂનભાઈ ડાકોરા ઉ.વ. ૩૭ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, રફીક રજાક મનસુરી અને શબીર યુસુફ પીઠડીયા, અબ્દુલકાદર શબીર, રફીક ઉમરએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને ગાળો કાઢી ઝપાઝપી કરી ફરીયાદીના મકાનનો ઘર સામાન તોડી આશરે રૂ.પ હજારનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

(12:40 pm IST)