Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જામનગરમાં સવારે ઉઠવા બાબતે માતાએ ઠપકો આપતા દિકરીએ આયખું ટુંકાવ્યું

જામનગર, તા.૨: અહીં જવાહરનગર હાપા સ્ટેશન પાસે રહેતા હમીરભાઈ દેવાભાઈ ગોહિલ, ઉ.વ.પ૩, એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ  છે  કે, દિવ્યાબેન હમીરભાઈ ગોહિલ, ઉ.વ.૧૭ની માતા સવારે ઉઠાડતા હોય અને ઉઠતી ન હોય જેથી આ બાબતે ઠબકો આપતા મનમાં લાગી આવતા ઘરમાં આવેલ આડસના લોખંડના પાઈપમાં ચુંદડી વડે પોતાના હાથે ગળાફાંસો ખાય લેતા મૃત્યુ પામેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની શેરીનં.–૧ પાર્થ એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, જામનગરમાં આશીષ પ્રવિણભાઈ મહેતા, દારૂની બોટલો નંગ ૧૪ કિંમત રૂ.૧૧,૭૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. આ કામના આરોપી આશીષ પ્રવિણભાઈ મહેતાની અટક બાકી હોય આ અગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાને મારમાર્યાની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જરીનાબેન હારૂનભાઈ સલેમાનભાઈ ડાકોરા, ઉ.વ.૩૭, રે. વારીયા મસ્જિદ પીલુડી શેરી ખોજા ચકલો, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, વારીયા મસ્જિદ,પીલુડીશેરી, ખોજા ચકલો, જામનગરમાં આરોપી રફીક રજાક મંનસૂરી, શબીર યુસુફ પીઠડીયા, અબ્દુલકાદર શબીર, રફીક ઉમર, રે. જામનગરવાળા ફરીયાદી જરીનાબેનના ઘરે જઈ ગાળો આપી ફરીયાદી જરીનાબેન સાથે ઝપાઝપી કરી મકાનનો ઘર સામાન તોડી આશરે કિંમત રૂ.પ,૦૦૦/– નું નુકશાન કરી ફરીયાદી જરીનાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી દવા પી જઈ ફરીયાદ કરવાની ધમકી આપ્યાની રાવ

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભીમાભાઈ રૂપાભાઈ સાગઠીયા, ઉ.વ.૬૧, રે. કૈલાશનગર સામે, કોળી પા, કાલાવાડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ભીમાભાઈના ઘર પાસે આરોપી ગૌતમભાઈ કાનજીભાઈ સાગઠીયા, રે. કાલાવડ વાળા વિરૂઘ્ધ વાલીબેન ગોબરભાઈ સાગઠીયાએ અગાઉ કરેલ ફરીયાદનો ખાર રાખી ફરીયાદી ભીમાભાઈને તમો એ કેમ સાથ આપેલ છે તેમ કહી છરી લઈ આવી ફરીયાદી ભીમાભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દવા પી જઈ ફરીયાદ કરવાની ધમકી આપી ગુનો કરેલ છે.(

(12:41 pm IST)