Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અમરેલીના ખાંભામાં ૧ા ઇંચ: મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાયેલ: વિજળી પણ ગુલ

અમરેલી તા. ૨ : હવામાન ખાતાની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ધરમૂળથી ફેરફાર થયેલ છે. ગત સોમવારે વાતાવરણમાં પલ્ટા સાથે સવારના પોણા ચારથી સાંજ સુધી અમરેલી શહેર અને જિલ્લાભરમાં ઝરમરીયો વરસાદ પડયો હતો અને દિવસભર ઠંડો પવન ફુંકાયો હતો.

ગતરાત્રીના સમયે ઠંડા પવનના કારણે બર્ફીલો માહોલ જોવા મળેલ હતો. ગઇકાલે ખાંભામાં ૧ાા ઇંચ ઉપરાંત મોટાભાગના ગામોમાં ઝરમર સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ગત રાત્રી દરમિયાન ભારે પવનને કારણે વીજળી ગુલ થઇ હતી. આજ સવારથી લોકોએ ગરમ વસ્ત્રમાં ઢબુરાય પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. બે દિવસથી તાપમાનનો પારો ગગડયો છે.

(12:41 pm IST)