Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સાંસદ પૂનમબેન દિલ્હીમાં

જામનગરઃ સ્પેન ખાતે યોજાયેલ ઈન્ટરપાર્લીયામેન્ટ યુનીયન કોન્ફરન્સમાંથી પરત ફરી જામનગરના સંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હીમાં સંસદના શિયાળુ સત્રમાં હાજર રહેશે.

જેથી તા.૨૩ ડીસેમ્બર સુધી શિયાળુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના શિયાળુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા ર્ંજિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફ્લોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭ ૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલયઃ પોસ્ટ ઓફિસ રોડ (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલયઃ વેરાડ નાકા બહાર (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(1:07 pm IST)