Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કચ્છ: પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પૂર્વ નાણાંમંત્રી બાબુલાલ મેઘજીએ વતનમાં કર્યું મતદાન, લંડનથી ખાસ એનઆરઆઈ ભુજ આવ્યા

લગ્નની ચોરીમાંથી લાડીએ કર્યું મતદાન : દિવ્યાંગ આઈકોન નંદલાલ છાંગાએ શારીરિક અક્ષમતા વચ્ચે નિભાવી જાગૃત મતદારની ફરજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

લોકશાહીના સાચા ઘડવૈયા જાગૃત મતદાર નાગરિક હોય છે. કેવી સરકાર ચુંટવી એ અધિકાર આપણને મતદાન દ્વારા મળે છે. મતદાન માટેની જાગૃતિ દર્શાવતા અનેક મતદારો કચ્છમાં ખાસ મુંબઈ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી તેમ જ વિદેશથી પણ મતદાન માટે આવ્યા હતા. લંડનથી મતદાન માટે ભુજના ભારાસર ગામે રહેતા દેવશીભાઇ હાલાઈ આવ્યા હતા. તો લગ્નની મોસમ વચ્ચે અનેક વરરાજા અને નવવધુઓએ લગ્નના માંડવે થી મતદાન મથકે આવી જાગૃત મતદાર તરીકેની ફરજ અદા કરી હતી. કચ્છમાં દિવ્યાંગ મતદારો માટે આઇકોન બનેલા રતનાલ ગામના નંદલાલ છાંગા અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ ચુંટણીમાં જાગૃત મતદાર તરીકેની ફરજ અદા કરી સૌને રાહ ચીંધે છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પણ છેક ગાંધીનગરથી વતન કચ્છના માંડવી મધ્યે આવીને મતદાન કર્યું હતું. તો, મુંબઈ રહેતા પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે વતન લાકડીયા (ભચાઉ) મધ્યે મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પુત્રી અને કચ્છમાં ભાજપ અગ્રણી તરીકે કાર્યરત જાગુબેન બાબુભાઈ શાહે પણ લાકડીયા ગામે મતદાન કર્યું હતું.

(10:14 am IST)