Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

લોધીકા તાલુકામાં આગેવાનો દ્વારા મતદાન

લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરૂભા જાડેજાએ રાવકી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું લોધિકા તાલુકા યુવા મહામંત્રી ડો. પ્રકાશ વિરડાએ વાગુદડ પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતું. રાજકોટ જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન મુકેશભાઇ તોગડીયાએ માખાવડ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. ખીરસરા લોધીકા તાલુકા પંચાયત કોંગ્રેસ સદસ્‍ય અવનીબેન શ્‍યામભાઇ સોલંકીએ પરીવાર સાથે મતદાન કર્યુ હતું. લોધીકા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અનિધ્‍ધસિંહ ડાભીએ વાજડી વડ ગામે કર્યો મતાધિકારનો ઉપયોગ (તસ્‍વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(10:21 am IST)