Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જસદણમાં પોપટભાઈ રાઠોડનું ૯૯ વર્ષની ઉંમરે પરિવાર સાથે જુસ્‍સાભેર મતદાન કર્યુ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨: વિધાનસભા-૭૨ જસદણની બેઠકની સામાન્‍ય ચૂંટણીમાં જસદણના ૯૯ વર્ષીય પોપટભાઈ રાઠોડે યુવાનની જેમ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્‍યને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ તકે ૯૯ વર્ષીય મતદાર પોપટભાઈ રાઠોડ જસદણ શહેરના વોર્ડ નં.૨માં મતદાન કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્‍યું હતું કે, બાપલીયા મતદાન તો કરવું જ જોઈએને. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્‍યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્‍તદાન અને આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ. પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ.

(10:23 am IST)