Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પાડલીયાના વતન મોટી પાનેલીમાં કાર્યકરોના અથાગ પ્રયત્‍નો છતાં પંચાવન ટકા મતદાન

બાળકોએ પણ હોસે હોસે આંગળીએ ટીકા કર્યા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી,તા. ૧: મોટી પાનેલીમાં ધીંગું મતદાન થયેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયાનુ મુળ વતન હોવા છતાં ધાર્યું મતદાન થયેલ નથી ચૂંટણી અગાઉ શાળાના બાળકો રેલી સ્‍વરૂપે મતદારોને જાગૃત કરી સંકલ્‍પ પણ લેવરાવ્‍યા હતા તદુપરાંત દરેક પાર્ટીઓના કાર્યકર્તાઓએ પણ અથાગ પ્રયત્‍નો કરી મતદારોને તમામ સગવડો કરી આપેલ સાથેજ મતદારો માટે આગેવાનોએ છેલ્લી ઘડી સુધી મતદાન કરવા આજીજી ભર્યા અંદાજમાં સોશ્‍યલ મીડિયા મારફત સંદેશા ઓ પણ મોકલેલ તેમજ ચૂંટણી પક્ષ તરફથી પણ મતદારોને જાગૃત કરવા મોબાઇલમાં મેસેજ મોકલવામાં આવેલ. પરંતુ તેમ છતાં પંચાવન ટકા થવા પામેલ દિવ્‍યાંગ બુઝુર્ગોએ પણ મત આપેલ સાથેજ મતદાનના આ પવિત્ર અવસરમાં માતાઓ સાથે આંગળી પકડી પહોંચેલ બાળકોએ પણ ઘરે પહોંચી હોસે હોસે આંગળી ઉપર ટીકા કરી ગર્વ મહેસુસ કરતા જોવા મળેલ. સવારે અગ્‍યાર વાગ્‍યાં સુધી વિસ ટકા જેટલું મતદાન થયેલ બાદમાં બપોરે એક થી ત્રણ દરમિયાન મતદારો આવી પહોંચતા પિસ્‍તાલીસ ટકા જેવું મતદાન થયેલ જે સાંજે પાંચ વાગ્‍યાં સુધીમાં પંચાવન ટકાએ પહોંચ્‍યું હતું એકંદરે પાનેલીના ઉમેદવાર ચૂંટણી લડતા હોય કાર્યકર્તા ઓ માં આ વખતે ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો.

(10:47 am IST)