Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

આવી મજાક હોય ? યુવકના ગુદાના ભાગે બે શખ્‍સોએ કંમ્‍પ્રેશરથી હવા ભરી દિધી !

મોરબીના ઘુંટુ ગામે સીરામીક ફેકટરીમાં બનાવ : યુવક હોસ્‍પિટલમાં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબી તાલુકામાં સીરામીકના કારખાનામાં બે યુવાનોએ મજાક મજાકમાં એરકંમ્‍પ્રેસરની નળી અન્‍ય યુવકના ગુદાના ભાગે લગાવતા તેના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. અને આંતરડામાં ગંભીર ઇજાઓ થતાં સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મોરબીના ઘુટું ગામની સીમમાં લખધીરપુર કેનાલ રોડ પર આવેલ એન્‍ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા અને ગેલેજલાઇન ઓપરેટર તરીકે કામ કરતાં અજયભાઇ કુશનુભાઇ ગોપએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યુ હતું કે,ᅠઆરોપી મનોજ અને મેહુલ રબારી તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના આશરે પોણા આઠેક વાગ્‍યાની આસપાસ એન્‍ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનામાં ફરિયાદી અજયભાઈના નાનાભાઈ કાનું સાથે હતાં. એ સમયે ગેલેઝલાઇન ઉપર આવેલ એર કમ્‍પરેશનની હવાની નળી ચાલુ હતી. એ જાણતા હોવા છતાં મજાક-મસ્‍તી કરતા ચાલી એરની નળી ફરિયાદી અજયભાઈના નાનાભાઈ કાનુંના ગુદાના ભાગે ભરાવતા પેટમાં હવા ભરાઈ જતા પેટના અંદરના આંતરડાના ભાગે ઈજા પહોચી હોવાની ફરિયાદ નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:40 pm IST)