Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

દેવભૂમી દ્વારકા જીલ્લાના દ્વારકા-કલ્‍યાણપુરમાં પ૭.૯૦, ઓખા ૬૪ અને બેટમાં ૭પ ટકા મતદાન

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા.ર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોમાં સવારથીજ મતદારોમાં ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ઓખા બેટ દ્વારકામા સવારથીજ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી આ વખતે પત્રકારોને પણ સમાચાર બનાવા તથા ફોટા પાડતા રોક લાગવામાં આવેલ જે ખરેખર પ્રશાસનની કમજોરી કહેવાય. સિકયોરિટી જવાનો દ્વારા પણ પત્રકારો પરેશાન કરવામાં આવે છ.ે

અહી સિકયોરીટી ગાર્ડ પણ પોતાનીફરજનો દુરૂપયોગ કરતા જોવા મળે છ.ેઓખા બેટ દ્વારકામાં સવારે ૧૧ વાગ્‍યા સુધિમાં ૪૦% જેટલું મતદાન હતુંઅહી પત્રકારોને પણ ઓફિસરો દ્વારા મતદાની સાચી માહીતી આપવામાં આવતી નથી. મથકોની બહાર ઉભા રાખી પરેશાન કરવામાં આવે છ.ે ખરેખર લોકશાહીની આ મોટી કરૂણતા કહેવાય....ઓખા ગામના ૧૪ બુથોમાં કુલ ૯૩૦૦ મતો સાથે ૬૪% બેટ દ્વારકા ટાપુ પર કુલ ૪૦૪૭ મતો સાથે ૭પ% મતદાન થયું હવે આંકડાની માયાજાળ પર ઉમેદવારો જીતનો દાવો કરશે. ૮ ડિસેમ્‍બરે મત પેટી ખુલશે ત્‍યારે જ પ્રજાનો મિજાજ સમજાશે.

(11:46 am IST)