Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઉનામાં ગત ચુંટણી કરતા ૧.ર૧ ટકા ઓછુ મતદાન

૬ર,પ૦ ટકા મતદાન : સવારે મતદાન માટે ઉત્‍સાહ બાદ બપોરે નિરસતા જોવા મળી

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨:  ઉના વિધાનસભા બેઠક ઉપર ગત ચુંટણી કરતા આ વખતે ચુંટણીમાં ૧.ર૧ ટકા ઓછુ મતદાન થયું હતું. સવારે મતદાન માટે મતદારોમાં ઉત્‍સાહ બાદ બપોર પછી નિરસતા જોવા મળી હતી.

૯૩ વિભાનસભા  ઉના  બેઠકની ચુંટણીના  મતદાન માટે સવારથી દરેક બુથ ઉપર બપોર સુધી પુરૂષો અને મહિલાઓની લાઇન લાગી હતી અને ૩ કલાકમાં ૩૬ ટકા મતદાન થયું હતું. પરંતુ બપોર પછી મતદારો નીરસ થઇ જતા સાંજે પાંચ વાગ્‍યા સુધીમાં ૬૨.૫૦  ટકા મતદાન સરેરાશ નોંધાયું છે.

મતદાન શાંતિપુર્વક યોજાતા વહીવટી અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસ પેરા મિલીટરીની ટુકડી બીએસએફ એસઆરપી જવાનોએ પણ કડક બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

મતદારોમાં મોંઘવારી બેરોજગારીનો મુ્‌દો જોવા મળતો હતો. ૨૦૧૭ના ૬૩.૭૧ ટકા મતદાન થયુ હતું. વખતે ઓછુ થતા રાજકીય પક્ષના ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. હાલ તો તા. ૮ સુધી ૧૦ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં બંધ થઇ ગયા છે.

આ વખતે ઘણા મતદારોને મતદાન કરવાની સ્‍લીપો ના મળ્‍યાની ફરીયાદો જોવા મળી હતી. તેમજ અમુક વિસ્‍તારોમાં મતદારો બીજા શહેરમાં સ્‍થાયી થઇ ગયા હોવા છતા મતદાર યાદીમાં નામ જોવા મળેલ હતા. ઘણા મતદારો અવસાન પામેલા હોવા છતા મતદાર યાદીમાં જોવા મળતા હતા. આ પરીબળ પણ ઓછુ મતદાનનું હોઇ શકે.

(12:42 pm IST)