Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વાંકાનેર બેઠકમાં મતદારો વધ્‍યા પણ મતદાન થોડું ઘટયુ !

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨ : વાંકાનેર બેઠકમાં ગત ૨૦૧૭ની ચૂટણીની સરખામણીએ હાલ ૨૦૨૨માં મતદાન ઘટયું છે. ૨૦૧૭માં ૭૪ ટકાથી વધુ મતદાન થયું હતું. જ્‍યારે આ વેળા ૭૧.૧૯ ટકાએ મતદાન થતા ત્રણ ટકા જેટલું વોટીંગ ઘટેલુ જોવા મળ્‍યું છે. વાંકાનેર બેઠકમાં આ વેળા જાતિવાદ અને જ્ઞાતિવાદ પણ મતદાન વેળા જોવા મળ્‍યો હતો. ૨૦૧૭ની સરખામણીએ હાલની ચૂંટણીમાં આ બેઠકમાં મુસ્‍લિમ મતદારોએ મતદાન વધુ કર્યાનું પણ જોવા મળ્‍યું છે.

શહેરના એક બુથમાં મતદાનના અંતિમ સમયે મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. જેને લઇને નિયત સમય પાંચ વાગ્‍યા ને બદલે છેક છ વાગ્‍યે મતદાન પૂર્ણ થયું હતું.

વાંકાનેરમાં મુખ્‍ય ત્રણ રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદાન પુરૂ થયા બાદ પોતપોતાની જીતનો દાવો કરી રહેલ હોય, સટોડીયાઓ ભારે ગેલમાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે.કયો પક્ષ જીતશે? કેટલી લીડથી  જીતશે? કયા પક્ષને કુલ કેટલા હજાર મતો મળશે ? આ અંગે શરતો

 નો દોર ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ત્‍યારે ગુરૂવારે થયેલા મતદાન બાદ ફરી આવતા ગુરૂવારે જ પરિણામ કેવું રહેશે ? પરિર્તન-પુનરાવર્તન કે અપસેટ સર્જી ‘આપ' મેદાન મારશે ? આ અંગેના અનેક તર્કો-દલીલોએ વ્‍યાપક સ્‍થાન લીધુ છે. ત્રણમાંથી કયા ઉમેદવાર કેટલી લીડથી જીતશે ? તે અંગે પુરા સપ્‍તાહસભરનો સમય અટળકોના અવતરણો માટે બાકી રહ્યો છે.

અમારા પક્ષના ઉમેદવાર જ જીતશે ? આવો દાવો કરનારા કાર્યકરોની દલીલોમાં પણ કેટલીક વાસ્‍તવિકતાઓ જોવા તો મળી જ રહી છે.

(11:50 am IST)