Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ધોરાજીમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ

ધોરાજી : ધોરાજીમાં ચાલુ મતદાનના સમયમાં જ કોંગ્રેસ ભાજપના ઝંડા દુકાનોમાં લાગેલા જોવા મળ્‍યા હતા. ચૂંટણી અધિકારીની ગાડીઓ આ રસ્‍તા ઉપર દિવસમાં ૧૦ વખત નીકળે છે છતાં તેમને દેખાતું ના હોય તેવું જોવા મળ્‍યું.....? એક જ વેપારી દુકાનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઝંડા લાગેલા જોવા મળ્‍યા છે કોઈપણ વેપારીની મંજૂરી લીધા વગર આ પ્રકારના રાજકીય પ્રચારો મતદાનના દિવસે જોવા મળ્‍યા છે. શા માટે અધિકારીઓ આ બાબતને એક્‍શન નથી લીધા તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.(તસ્‍વીર : કિશોર રાઠોડ)

(2:22 pm IST)