Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું મતદાન મથક આકર્ષકનું કેન્દ્ર બન્યું

 

મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે વિવિધ ખાસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવેલ. મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતા એકઝીબિશનમાં વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડકટનું પ્રદર્શન નિહાળીને સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્યા હોય તેવી અનુભુતિ કરી હતી.

(1:13 pm IST)