Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સાવરકુંડલાના મતદાનનાં બહીષ્‍કારની અફવાવાળા જીરા ગામમાં ૬૧% મતદાન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર :.. લીલીયા વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં જૂદા - જૂદા જૂથ વચ્‍ચેની ખેચતાણ તેજ થઇ હતી. અને રાજકિય રીતે આગળ વધી રહેલા આગેવાનોને નિચા દેખાડવા વિરોધી જૂથ વિવિધ કિમિયા અફવાઓનાં આશરે ગયા હતાં. તેવુ જ સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં બન્‍યુ હતું. સાવરકુંડલા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શ્રીમતી અનિતાબેન લલીતભાઇ બાળવા જીરા ગામના વતની છે.

ત્‍યારે તેમનું રાજકિય મહત્‍વ ઘટે તે માટે વિધ્‍ન સંતોષી લોકોએ જીરા ગામ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્‍કાર કરે છે તેવી જાહેરાત કરેલી જો કે આ માત્ર અફવા જ સાબીત થઇ હતી અને જીરા ગામનાં કુલ મતદારો ૧૫ર૦ માંથી ૯ર૪ મતદારોએ હોંશભેર મતદાન કરતા ૬૧ ટકા જેટલુ મતદાન થયુ છે., જીરા ગામમાં મતદાન કરવા બદલ ગામના અગ્રણી લલીતભાઇ બાળધાએ ગ્રામજનોનો અભિનંદન આપ્‍યા હતાં.

(1:14 pm IST)