Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સાવરકુંડલા-લીલીયા વિસ્‍તારના વિકાસ માટે તત્‍પર રહેવાની ખાત્રી આપતા મહેશ કસવાળા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર :.. સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠકનાં પ્રતિષ્‍ઠા ભર્યા ચૂંટણી જંગમાં ભાજપ તરફે કામ કરનારા તમામ કાર્યકર મિત્રો-સંગઠનના હોદેદારો અને ભાજપ તરફી જંગી મતદાન કરતા તમામ મતદારોનો ભાજપના પ્રદેશ અગ્રણી - પ્રવકતા અને ઉમેદવાર મહેશભાઇ કસવાળાએ જાહેર આભાર વ્‍યકત કર્યો છે. અને સાવરકુંડલા લીલીયા વિસ્‍તારનાં સર્વાંગી વિકાસ માટે સદાય તત્‍પર રહેવાની ખાત્રી આપી છે.

(1:16 pm IST)