Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જેતપુરમાં ચોપાંખીયા જંગ વચ્‍ચે શાંતિપૂર્ણ ૬૩% મતદાન નોંધાયું

જામકંડોરણા નવામાત્રાવાળામાં વધુ ૯૧% તો ચારણીયામાં સૌથી ઓછુ ૪૭% નોંધાયું

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રઃ ૭૪ જેતપુર વિધાનસભામાં ગઇકાલે સવારથી જ દરેક મતદાન મથકો ઉપર પુરજોશમાં મતદાન થયું હતું. બપોરે ૩ વાગ્‍યા બાદ મતદાનમાં ઘટાડો નોંધાર્યો હતો.જેમાં મહીલાઓનું ઓછુ મતદાન નોંધપાત્ર રહ્યું. ચૂંટણીમાં ચોપાંખીયો જંગ હોય પરંતુ કોંગ્રસ આપ કે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો કોઇ ખાસ જન સંપર્ક થયેલ ન હોય તેમજ મતદારો સુધી સ્‍લીપો પણ પહોંચી ન હોય અમુક અંશે મતદારોમાં ઓછા ઉત્‍સાહ જોવા મળેલ વિઠ્ઠલભાઇ તેમજ જયેશભાઇનો ગઢગણાતા શહેર તેમ જ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભારે ઉચુ મતદાન થયેલ જેમાં નવામાત્રાવાડામાં ૯૧.૪૬% સૌથી વધુ નોંધાયેલ જામકંડોરણાના દરેક બુથોમાં હેવી મતદાન થયેલ જેતપુર તાલુકાના જાંબુડી ગામમાં ૮પ૬ મતદારોમાંથી ૭૧૪ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા ૮૩.૪૧% નોંધાયું જેતપુરમાં સૌથી વધુ ૬૯.પ% તો ૧૬૭ નંબરના બુથમાં સૌથી નીચુ ૪૬.રપ% નોંધાયેલ ગત ચૂંટણી કરતા આ વખતે ૭ % જેટલુ મતદાન ઓછુ થયેલ.  ચૂંટણી પંચ દ્વારા આ વખતે ૭ સખી બુથ ૧ આદર્શ બુથ ૧ ઇકોફ્રેન્‍લી મોડલ બુથ તથા ૧ પી.ડબલ્‍યુડી. દિવ્‍યાંગ બુથ બનાવવામાં આવેલ હતું.

(1:20 pm IST)