Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

યાત્રાધામ વિરપુરમાં મતદારોની કતારો લાગીઃ જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ સહિત પરિવારજનોએ ઓસ્ટ્રેલિયાથી આવીને રસિક ગાજીપરા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ પરિવાર સાથે મતાધિકારની ફરજ બજાવી

વીરપુર જલારામઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ટોટલ ૧૧ બુથ ઉપર જેતપુર જામકંડોરણા ૭૪ બેઠકના મતદાન કરવા માટે મતદારોની કતારો લાગી હતી ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું તેમજ જલારામબાપાના પરિવારજનોએ મતદાન કર્યું  ત્યારે જલારામ મંદીરની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ પોતાના પરિવારજનો સાથે વીરપુર કુમાર શાળા ખાતે મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી તેમજ ખાસ કરીને મૂળ વીરપુરના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા રહેતા રસિક ગાજીપરા પોતાના પરિવાર સાથે ખાસ ઓસ્ટ્રેલિયાથી વિરપુર આવીને મતદાન કર્યું હતું. સાત મથક સંવેદનશીલ છે જેમને લઈને પેરા મિલ્ટરી ફોર્સના જવાનો તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો જેમને કારણે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું જે વીરપુરના અગિયાર બુથનું ટોટલ મતદાન ૫૯.૮૨ ટકા નોંધાયું હતું.

(1:22 pm IST)