Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વિસાવદર-ભેસાણની બેઠક પર ઓછા મતદાનથી અવનવા તર્કવિતર્ક

સતાધાર મહંત પૂ.વિજયબાપુએ જાંબુડી મતદાન કર્યુઃ હર્ષદ રિબડીયાએ ગાડુ જોડયુઃ કરશન વાડદોરીયાએ રેલી કાઢી : ભટ્ટવાવડીમા વરરાજાએ તથા શોભાવડલા-કાલસારીમા દુલ્‍હને મતદાન કર્યુઃ સાત બુથોનુ સંચાલન મહિલાઓએ કર્યુ : સૌપ્રથમ વખત એનિમલ બુથ ઉભુ કરાયુઃ દિવ્‍યાંગ વળદ્ધનુ મતદાન : ૫.૮૫ ટકા મતદાન ઓછુ થયુ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: સમગ્ર ગુજરાતમા રાજકીય દ્રષ્ટીએ ધ્‍યાનાકર્ષક ગણાતી વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર સરેરાશ ૫૬.૧૦ ટકા મતદાન નોંધાયુ છે.૨૦૧૭મા ૬૧.૯૫ ટકા નોંધાયુ હતુ.જેથી ૨૦૧૭ની સરખામણીએ ૫.૮૧ ટકા મતદાન ઓછુ નોંધાતા અવનવા તર્કવિતર્ક થઈ  રહ્યા છે.કોણ જીતશે..? કેટલી લીડે જીતશે..? તે અંગે રાજકીય તજજ્ઞો બુથવાઈઝ આંકડાની ઈન્‍દ્રજાળમા ગુંથવાયા છે.

વિસાવદર-ભેસાણની બેઠક પર એકંદરે શાંતીપૂર્ણ મતદાન રહ્યુ હતુ.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારના મહંત પૂ.વિજયબાપુએ જાંબુડી મતદાન મથક પર જઈ મતદાન કર્યુ હતુ.

ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાએ પોતે બળદગાડુ હંકારી સહપરિવાર મતદાન મથકે જઈ મતદાન કર્યુ હતુ.

કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયાએ મુંડીયા રાવણી ગામે મતદાન મથક પર ગ્રામજનોની રેલી સ્‍વરૂપે પહોંચી મતદાન કર્યુ હતુ.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપેન્‍દ્રભાઇ ભાયાણીએ મતદાન કર્યુ હતુ.

ભટ્ટવાવડી ગામે પ્રતાપભાઈ વલકુભાઈ ધાધલ નામના વરરાજાએ મતદાન કર્યુ હતુ.

કાલસારીમા સરિતાબેન પરમાર તથા શોભાવડલા(લશ્‍કર) ગામે ધારાબેન નારેગ્રા બન્ને દુલ્‍હનોએ લગ્ન મંડપમા શરણાઈના સૂર ગુંજી રહ્યા હોય,એવા  સમયે લોકશાહીના પર્વને અગ્રતા આપી આ બન્ને દુલ્‍હનો મહિલાવળંદના લગ્નગીતો સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતુ. વિસાવદર બેઠકના સાત મતદાન મથકોનુ સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ કર્યુ હતુ.

વિસાવદર બેઠકના વાંદરવડ મતદાન મથકે સૌપ્રથમ વખત એનિમલ બુથ કેર ઉભુ કરાયુ હતુ.જયાં વેટરનરી સ્‍ટાફ પશુઓની તપાસ કરતા હતા.

વિસાવદરમા જુની પેઢીના શિક્ષક જૈફ વયના દિવ્‍યાંગ પોલાભાઈ બાસુપ્‍યાએ મતદાન કર્યુ હતુ.

એકંદરે શાંતીપૂર્ણ મતદાન રહ્યુ હતુ.ભાજપ-કોંગ્રેસ-આપ વચ્‍ચે તિવ્ર રસાકસીભર્યા ચૂંટણી જંગની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે ત્‍યારે હવે પરિણામ સુધી અવનવા તર્કવિતર્ક થતા રહેશે.

(1:25 pm IST)