Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પોરબંદર જિલ્લામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ગ્રીન-યુવા સખી તથા મોડેલ મતદાન મથકોએ આકર્ષણ જમાવ્યું

પોરબંદર તા.ર, અવસર લોકશાહીનો ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આજ તા. ૧ ડિસેમ્બરના રોજ પોરબંદર જિલ્લાનાં ૪૯૪ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે પૈકી પોરબંદર જિલ્લામાં ૨૧ વિશિષ્ટ મતદાન મથકો ચૂંટણીપંચ દ્રારા ઉભા કરવામાં આવ્યા હતા. જેમા મતદારોએ મતદાન કર્યુ હતું.

આ વિશિષ્ટ મતદાન મથકો પૈકી દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૨ મતદાન મથકો હતા. જેમા ૧ સુરૃચી બાલ મંદિર ખાપટ તથા ધરમપુર પ્રાથમીક શાળા તથા ૨ મોડેલ મતદાન મથકો જેમા ૧ કે.એચ. માધવાણી કોલેજ તથા રાંઘાવાવ પ્રાથમીક શાળા ખાતે, તેમજ ૨ ગ્રીન મતદાન મથકો જેમા ગવર્મેન્ટ પોલીટેકનીક પોરબંદર તથા બાલોચ ખાતે ગ્રીન મતદાન મથક ઉભુ કરાયુ હતુ. આ ઉપરાંત યુવા કર્મચારીઓ સંચાલિત એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે ૧ યુવા મતદાન મથક બનાવાયુ હતુ. આ ઉપરાંત જિલ્લામાં જુદી-જુદી ૧૪ જગ્યાએ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથકો શરૃ કરાયા હતા.  પોરબંદર જિલ્લામાં કુલ ૨૧ વિશિષ્ટ મતદાન મથકો આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

(1:31 pm IST)